સ્ત્રી 2 એ જ્યારથી બોક્સ ઓફિસ પર પગ મુક્યા છે પાછળ હટવાનું નામ લઈ રહી નથી. અમર કૌશિકના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ સિનેમાઘરોમાં 30 દિવસ પુરા કરી ચુકી છે. ગયા વિકએન્ડમાં ફિલ્મે 36.1 કરોડની કમાણી કરી હતી.
સેકનલિંક.કોમના આંકડા અનુસાર આ ફિલ્મે 30મા દિવસે સિંગલ ડે પર 2.32 કરોડનું કમાણી કરી છે.
જ્યારે શ્રદ્ધા કપૂરની ફિલ્મે 30 દિવસોમાં ભારતીય બોક્સ ઓફિસ પર 566 કરોડની કમાણી કરી લીધી છે. જો સ્ત્રી 2 આ જ ગતિએ દોડતી રહી તો તે કરીના કપૂરના ફિલ્મ ધ બકિંઘમ મર્ડર્સ કે જે ગઈ કાલે રિલીઝ થઈ છે તેને પણ બોક્સ ઓફિસ પર ટકવા પણ નહિ દે.
આ સાથે શુક્રવારે મેકર્સે એક ઓફર પણ રાખી હતી કે જેમાં એક સાથે એક ટિકિટ ફ્રીમાં મળી રહી હતી. આ ઓફરનો ફિલ્મને પુરે પુરો લાભ મળ્યો છે. જેની અસર ફિલ્મોના કલેક્શન પર જોવા મળી રહી છે. શુક્રવારે ફિલ્મે 2.75 કરોડનું કલેક્શન કર્યું હતું.