મુકેશ અંબાણી દીપિકા પાદુકોણને મળવા હોસ્પિટલ પહોંચ્યા, રણવીર સિંહના બેબીને આપ્યા આશીર્વાદ!

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે ખુશીનો માહોલ છે. દીપિકા અને રણવીર એક દીકરીના માતા-પિતા બન્યા છે. દીપિકાએ રવિવારે એટલે કે 8 સપ્ટેમ્બરે HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. આ સમાચાર સામે આવતા જ સ્ટાર્સના ચાહકોની ખુશીની કોઈ સીમા ન રહી. સ્ટાર્સથી લઈને ફેન્સ સુધી દરેક તેને સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે.

ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી દીપિકા અને તેની પુત્રીને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મુકેશ અંબાણી દીપિકાની દીકરીને આશીર્વાદ આપવા પહોંચ્યા

દીપિકા પાદુકોણના નજીકના મિત્રો અને શુભેચ્છકો તેને અને તેના બેબીને મળવા હોસ્પિટલ પહોંચી રહ્યા છે. મુકેશ અંબાણી પણ દીપિકા પાદુકોણને મળવા આવ્યા હતા. HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની બહાર મુકેશ અંબાણીની કાર જોવા મળી હતી. જણાવવામાં આવે છે કે મુકેશ માતા અને પુત્રીને મળ્યા અને તેમના હાલચાલ પૂછ્યા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે મુકેશ અંબાણીની કાર ભારે સુરક્ષા વચ્ચે હોસ્પિટલ જતી જોઈ શકાય છે.

આલિયાથી લઈને પ્રિયંકા સુધી બધાએ આપ્યા અભિનંદન

દીપિકા પાદુકોણ માતા બની કે તરત જ સોશિયલ મીડિયા પર તેને અભિનંદન પાઠવતા લોકોનો ધસારો જોવા મળ્યો હતો. દીપિકા અને રણવીરે પોતાની પુત્રીના જન્મના સમાચાર ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને આપ્યા છે. આલિયા ભટ્ટથી લઈને પ્રિયંકા ચોપરા, કેટરિના કૈફ, અર્જુન કપૂર, પરિણીતી, તમામ સ્ટાર્સે તેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને લિટલ એન્જલને પ્રેમ અને આશીર્વાદ આપ્યા.