ADVERTISEMENT
ADVERTISEMENT

બ્રેકઅપની ચર્ચાઓ વચ્ચે સાથે ગણેશજીની આરતી ઉતારતાં નજરે પડ્યા Hrithik Roshan અને Saba Azad

હાલ આખા દેશમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. ત્યારે આ દરમિયાન ઋતિક રોશન અને સબા આઝાદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ગણેશની આરતી ઉતારતા નજરે પડી રહ્યા છે.

ઋતિક રોશન અને સબા આઝાદ વચ્ચે લાંબા સમયથી બ્રેકઅપના સમાચાર ચાલી રહ્યા હતા. આ સમયે બંને કપલ હવે સાથે દેખાતા આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ઋતિક અને સબા ગણપતિ બાપ્પાની આરતી ઉતારી રહ્યા છે. ત્યારબાદ વિસર્જનના સમયે પણ સબા ઋતિકની સાથે ઉભેલી જોવા મળી હતી. ઋતિક રોશનની બહેન સુનૈના રોશને પોતાના ઘરે ગણેશ સ્થાપન કર્યું હતું. જેનો એક વીડિયો સુનૈનાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં આ કપલ નજરે પડ્યું હતું.

ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT