ADVERTISEMENT
ADVERTISEMENT

કપૂર પરિવારે ગણેશ ચતુર્થીની કરી ધામધૂમ પૂર્વક ઉજવણી, તસવીરો આવી સામે

કપૂર પરિવાર, તેને બોલિવૂડની ઇન્સ્ટિટ્યૂશન કહેવામાં આવે છે, તે કોઈપણ ફંકશનને ખૂબ જ ધામધૂમથી અને ભવ્ય રીતે ઉજવે છે. ગણેશ ચતુર્થીના તહેવારને પણ એવા ધામધૂમથી ઉજવ્યો કે લોકો જોતા જ રહી ગયા. કપૂર પરિવારની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેમાં નેકસ્ટ જનરેશનની તસવીરોએ લોકોના દિલ જીતી લીધા છે.

90ના દાયકાની લીડિંગ એક્ટ્રેસ કરિશ્મા કપૂર ભલે મોટા પડદાથી દૂર હોય, પરંતુ રિયાલિટી શો અને સોશિયલ મીડિયાની દુનિયામાં ઘણી એક્ટિવ છે. તેના ચાહકો હજુ પણ તેને જોવાનું પસંદ કરે છે. આ દરમિયાન, અભિનેત્રીએ ગણેશ ચતુર્થીની કેટલીક અદભુત તસવીરો શેર કરી છે, જેને જોયા બાદ કેટલાક લોકો તૈમૂરની ક્યૂટનેસ પર ફિદા થઇ ગયા છે.

તસવીરો શેર કરી છે. જેમાં એકમાં તે કરીના કપૂર, રણધીર કપૂર, રણબીર કપૂર, અરમાન જૈન અને આદર જૈન જોવા મળે છે. જ્યારે બીજી તસવીરમાં તમામ કઝિન્સ ભાઈઓ તેમના બાળકો સાથે જોવા મળે છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

આ તસવીરોમાં રાહા રણબીરના ખોળામાં જોવા મળી રહી છે, તેને ગ્રીન કલરનો ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો છે. રાહા કેમેરા તરફ જોઈ રહી છે અને રણબીર તેની દીકરી તરફ જોઈ રહ્યો છે. આ તસવીરમાં કરીના તેના પુત્રો સાથે મસ્તી કરતી જોઈ શકાય છે. આ સિવાય કરિશ્માએ પોતાની એક સોલો તસવીર શેર કરી છે, જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

આ તસવીરો જોયા બાદ ફેન્સ કપૂર પરિવારમાં પિતરાઈ ભાઈઓ વચ્ચેની આ એકતાના વખાણ કરી રહ્યા છે. યુઝરે લખ્યું કે, કપૂર પરિવારમાં દરેકને ગુડ લુક વારસામાં મળ્યો છે. બીજાએ કહ્યું કે, ‘મારી નજર તો માત્ર રાહા પર છે.

ADVERTISEMENT
ADVERTISEMENT