ફરહાન અખ્તર ઘણા લાંબા સમય પછી મોટા પડદે એક્ટિંગમાં પાછી ફરી રહ્યો છે, ‘120 બહાદુર’ ફિલ્મની તેણે થોડા સમય પહેલાં જ જાહેરાત કરી હતી. આ એક યુદ્ધ આધારીત ફિલ્મ છે, જેમાં ફરહાન રેઝિંગલાના બહાદુર મેજર શૈતાન સિંહનું પાત્ર ભજવવા જઈ રહ્યો છે. જેમની વીરતા અને હિંમત આજે પણ ભારતીય સેનાને પ્રેરણા અને ઉત્સાહ પૂરા પાડે છે. તેમજ વિદેશી સૈન્ય આજે પણ શૈતાન સિંહના નામથી ડરે છે.
થોડાં વખત પહેલાં જ ફરહાને પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ફિલ્મની બિહાઇન્ડ ધ સીન તસવીરો શેર કરી હતી, જેનાથી આ ફિલ્મ વિશે તેના ફૅન્સમાં ઉત્સુકતા વધી ગઈ છે.
ફરહાન જ્યારથી લદ્દાખમાં શૂટ માટે ગયો છે, ત્યારથી સમયાંતરે ત્યાંના સુંદર પહાડો અને અદ્દભુત કુદરતી દૃશ્યોની તસવીરો શેર કરતો રહે છે. થોડાં વખત પહેલાં જ ફિલ્મનો ફર્સ્ટ લૂક અને પોસ્ટર પણ જાહેર કર્યા હતા. જેના પર લખ્યું હતું, ‘વો તીન હઝાર થે ઔર હમ? 120 બહાદુર’ આ જ દર્શાવે છે કે આ ફિલ્મની સ્ટોરી કેટલી રોમાંચક અને બહાદુરી ભરેલી હશે. આ ફિલ્મ રઝનીશ રેઝી ઘાઈ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે.
ફરહાને શેર કરેલી તસવીરમાં લદ્દાખના પહાડ પર ફિલ્મની ટીમ કામ કરી રહી હતી. આ તસવીરો બહુ ટૂંક સમયમાં વાયરલ થઈ ગઈ હતી અને તેના પર ફરહાનની બહેન અને ફિલ્મ ડિરેક્ટર ઝોયા અક્તર સહીતના લોકોએ કમેન્ટ અને રિએક્શન્સ આપ્યા હતા.