અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે મંદિરમાં સાદગીથી કર્યા લગ્ન, જુઓ પહેલી તસવીરો

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ લાંબા સમયથી રિલેશનશિપમાં છે. આ કપલે માર્ચમાં સગાઈ કરી હતી અને ત્યારથી ફેન્સ તેમના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. આખરે આ કપલે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સિદ્ધાર્થ સાથેના લગ્નની પહેલી તસવીરો પણ શેર કરી છે.

અદિતિ-સિદ્ધાર્થે ગુપ્ત રીતે કર્યા લગ્ન

લગ્નની તસવીરોમાં કપલ પરંપરાગત પોશાકમાં જોવા મળી રહ્યા છે.

બંને એકબીજામાં ખોવાયેલા છે. લગ્નની એનાઉન્સમેન્ટ કરતી વખતે એક્ટ્રેસે તેના ઇન્સ્ટાગ્રામ પર લગ્નનો ફોટો શેર કર્યો છે. તસવીરો શેર કરતી વખતે એક્ટ્રેસે હાર્ટ ટચિંગ કેપ્શન પણ લખ્યું છે. અદિતિએ લખ્યું, “તું મારો સૂર્ય, મારો ચંદ્ર અને મારા બધા સ્ટાર્સ છો… અનંતકાળ માટે પિક્સી સોલમેટ બની રહેવા માટે… હસવા માટે, ક્યારેય મોટા ના થવા માટે… શાશ્વત પ્રેમ માટે, પ્રકાશ અને જાદુ માટે, મિસેસ અને મિસ્ટર અદુ-સિદ્ધુ.”

એકદમ સિમ્પલ વર-વધૂ બન્યા અદિતિ-સિદ્ધાર્થ

અદિતિ-સિદ્ધાર્થે તેમના લગ્નની ઘણી તસવીરો શેર કરી છે. જે દર્શાવે છે કે, બંનેએ મંદિરમાં લગ્ન કર્યા હતા. દુલ્હન બનેલી અદિતિ આ સમય દરમિયાન ખૂબ જ સિમ્પલ સ્ટાઈલમાં જોવા મળી હતી. તેણે તેના વાળમાં ગજરો નાખ્યો હતો અને મિનિમલ મેકઅપ કર્યો હતો. તે તેની સાદગીમાં પણ ખૂબ જ સુંદર દુલ્હન લાગી રહી હતી જ્યારે તેનો વર એટલે કે સિદ્ધાર્થ સફેદ રંગના કુર્તા અને ધોતીમાં સારો લાગી રહ્યો હતો.

તસવીરોમાં કપલ વરમાળા પહેરેલ પણ જોવા મળે છે. લગ્ન પછી ઘરના વડીલો પણ નવપરિણીત યુગલને આશીર્વાદ આપતા જોવા મળે છે. હાલમાં આ કપલના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરો પરથી એવું પણ લાગે છે કે, આ કપલે માત્ર પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં ઈન્ટિમેટ લગ્ન કર્યા હતા. આ સાથે હવે તમામ ફેન્સ અને સેલેબ્સ કપલને તેમના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે.

મંદિરમાં કર્યા લગ્ન

આ વર્ષની શરૂઆતમાં વોગ ઈન્ડિયા સાથે વાત કરતી વખતે, અદિતિએ ખુલાસો કર્યો હતો કે, તેણે અને સિદ્ધાર્થે વાનાપર્થીમાં 400 વર્ષ જૂના મંદિરમાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે, અદિતિએ કહ્યું હતું કે, “લગ્ન 400 વર્ષ જૂના મંદિરની આસપાસ કરવામાં આવશે વાનાપર્થીમાં જે મારા પરિવાર માટે મહત્ત્વપૂર્ણ છે.”