ઐશ્વર્યા રાય બચ્ચનને ફિલ્મ ‘પોનિયિન સેલ્વન 2’ માટે દુબઈમાં યોજાયેલા સાઉથ ઇન્ડિયન ઇન્ટરનૅશનલ મૂવી અવૉર્ડ્સ 2024માં બેસ્ટ ઍક્ટ્રેસ (ક્રિટિક્સ)નો અવૉર્ડ મળ્યો.
આ ઇવેન્ટમાં ઐશ્વર્યાની સાથે તેની દીકરી આરાધ્યા પણ હતી. આ ઇવેન્ટની એક તસવીર ખૂબ વાઇરલ થઈ છે.
ઐશ્વર્યાને જ્યારે અવૉર્ડ મળી રહ્યો છે ત્યારે આરાધ્યા મોબાઇલ ફોનના કૅમેરાથી એનો ફોટો/વિડિયો લઈ રહી હોય એવો ફોટો લોકોને ખૂબ ગમી ગયો છે.
આ ફોટોમાં આરાધ્યાના ચહેરા પર મમ્મીને અવૉર્ડ મળ્યાની ખુશી અને તેની આંખોમાં મમ્મીની સિદ્ધિ બદલનું ગૌરવ છલકતાં દેખાય છે.
ઐશ્વર્યા અને આરાધ્યાએ આ ઇવેન્ટની રેડ કાર્પેટ પર સાથે ઊભાં રહીને પણ સરસમજાના ફોટો પડાવ્યા હતા.