બહુપ્રતિષ્ઠિત ફિલ્મ અને ટેલિવિઝનના આંતરરાષ્ટ્રિય કક્ષાના એમી એવોર્ડ્ઝનો 76મો સમારોહ રવિવારે લોસ એન્જેનસ, કેલિફોર્નિયા ખાતે યોજાયો હતો. જેમાં અનેક કલાકારોના રેડ કાર્પેટ લૂક ખુબ વખણાયા તો કેટલાંક કલાકારોના લૂકને ફની પણ ગણાવાયા છે.
ખાસ કરીને સેલેના ગોમેઝ, ક્વિન્ટા બ્રનસન, જેનિફર એનિસ્ટન અને મેરીલ સ્ટ્રીપના લૂક બહુ વખણાયા હતા.
જ્યારે સારા પોલ્સન અને હોલેન્ડ ટેઇલરના લૂક ઘણા ચર્ચામાં રહ્યાં હતાં. તો મોએકા હોશી, રિચર્ડ ગેડ, દા’વીન જોય રેન્ડોલ્ફના લૂકને મિક્સ રિસ્પોન્સ મળ્યા હતા.
આ વખતનો એમી એવોર્ડ ભારતમાં ખાસ ચર્ચામાં છે કારણ કે આ વખતે આ એવોર્ડનું સંચાલન પહેલી વખત કોઈ ભારતીય કલાકાર, એક્ટર અને સ્ટેન્ડ અપ કોમેડિયન વીર દાસ કરી રહ્યો છે.