આ વખતની દિવાળી પર થનારો ‘ભૂલભુલૈયા 3’ અને ‘સિંઘમ અગેઇન’નો બહુચર્ચિત જંગ કદાચ ટળી જાય એવી શક્યતા છે.
ફિલ્મજગતમાં ગઈ કાલે એવી ચર્ચા ઊપડી હતી કે ‘સિંઘમ અગેઇન’ બે અઠવાડિયાં માટે પોસ્ટપોન થશે અને ૧૫ નવેમ્બરે રિલીઝ થશે.
આ સંદર્ભમાં ડિરેક્ટર રોહિત શેટ્ટી, અજય દેવગન અને નિર્માતાઓ વચ્ચે હારબંધ મીટિંગો ચાલી રહી છે.
‘સ્ત્રી 2’ની ગજબ સફળતા પછી એના જેવી જ હૉરર કૉમેડી ‘ભૂલભુલૈયા 3’ સાથે ટક્કર ટાળવા આ નિર્ણય લેવાય એવું લાગી રહ્યું છે.