શાહરુખ ખાનના (shahrukh khan) પુત્ર આર્યન ખાન વેબ સીરિઝ ‘ સ્ટારડમ ‘ થી દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરી રહ્યો છે. જેમાં એક એપિસોડમાં શાહરુખ પણ જોવા મળશે. હવે એવી વાત સામે આવી છે કે આ સીરિઝમાં વધુ એક સુપરસ્ટાર દેખાશે અને તે છે સલમાન ખાન.
આર્યન ખાન વેબ સીરિઝ ‘સ્ટારડમ’ નો ડાયરેક્ટર છે.
News18 ની રિપોર્ટ પ્રમાણે શાહરુખ સિવાય એક અન્ય સુપરસ્ટાર પણ આ વેબસીરિઝનો ભાગ બનશે. સૂત્રો પ્રમાણે આર્યન ખાને આ સીરિઝના એક એપિસોડ માટે સલમાન ખાનને પણ લીધા છે. તેમના ભાગનું શૂટિંગ પણ પૂર્ણ થઈ ચુક્યું છે. જો કે સલમાન અને શાહરુખ સાથે તો નહિ દેખાય છતાં પણ આર્યનના પ્રથમ ડેબ્યુ પ્રોજેક્ટને લઈને લોકો ઘણા ઉત્સાહિત છે.
આ કલાકારો પણ જોવા મળશે
સ્ટારડમ વેબસીરિઝના 6 એપિસોડ હશે. સીરિઝની પાર્ટીની તસવીરો અને વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. જેમાં આર્યન ખાન ક્રુની પ્રશંસા કરી રહ્યા છે. સીરિઝની સ્ક્રીપ્ટ ખુદ આર્યન ખાને લખી છે. શાહરુખ ખાનના હોમ પ્રોડક્શન રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનાવવામાં આવી છે. આ સીરિઝમાં રણબીર કપૂર, કરણ જોહર, બોબીવ દેઓલ, રણવીર સિંહ, મોના સિંહ અને બાદશાહ પણ નજરે પડશે.