‘કાવ્યા’એ પણ અલવિદા કહી દીધું અનુપમાને

સુપરહિટ સિરિયલ ‘અનુપમા’માં વનરાજનું પાત્ર ભજવતા સુધાંશુ પાન્ડેની એક્ઝિટ થઈ એ પછી હવે એવા સમાચાર આવ્યા છે કે વનરાજની બીજી પત્ની કાવ્યાનું પાત્ર ભજવતી મદાલસા શર્માએ પણ આ સિરિયલ છોડી દીધી છે.

મદાલસાનું જોકે કહેવું છે કે તેણે સુધાંશુની પહેલાં જ આ સિરિયલ છોડવાનો નિર્ણય લીધો હતો, કારણ કે આ શોમાં તેના પાત્રમાં હવે કંઈ દમ નથી રહ્યો.

મદાલસા બૉલીવુડના બંગાળી સુપરસ્ટાર મિથુન ચક્રવર્તીના દીકરા મિમોહની પત્ની છે.