રોહિત શેટ્ટીનો સ્ટંટ બેસ્ડ રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી 14’ હવે લાસ્ટ પડાવ પર છે. આ શોને એનાં ટોપ 5 મળી ગયા છે. એકસાથે ત્રણ ખેલાડીઓ વિનર બનવાની રેસમાંથી બહાર થઇ ચુક્યા છે.
કરણવીર મેહરા જે ટિકિટ ટૂ ફિનાલે જીતીને પહેલાં ફાઇનલિસ્ટ થયા હતા. ત્યારબાદ શાલીન ભનોત અને ગશ્મીર મહાજનીએ જોઇન કર્યું હતું. જો કે ટોપ 5માં અભિષેક કુમાર આવવાને કારણે લોકો નાખુશ છે.
સોશિયલ મિડીયા પર આ વિશે લોકો જાતજાતનાં રિએક્શન આપી રહ્યાં છે. લોકો આ સ્ટાર્સને નોન ડિઝર્વિંગ બતાવી રહ્યાં છે.
‘ખતરોં કે ખિલાડી 14’ થી સુમોના ચક્રવર્તી અને નિમૃત કૌર અહલૂવાલિયા સિવાય નિયતિ ફતનાની પણ એલિમિનેટ થઇ છે. એવામાં કૃષ્ણા શ્રોફ, અભિષેક કુમાર, શાલીન ભનોત, કરણવીર મહેરા અને ગશ્મીર મહાજની ટોપ 5 હેઠળ સીધા ફિનાલેમાં પહોંચી ગયા છે.
28-29 ઓક્ટોબરનાં રોજ ફિનાલે થશે. જ્યાં આ સિઝનનાં પાંચમાંથી કોઇ વિનર બની જશે. પરંતુ લોકો આ વાતથી નિરાશ છે.