કૅનેડાથી મોદીના કાર્યક્રમ માટે ચાર્ટર્ડ પ્લેનમાં અમેરિકા ગયો આદિત્ય ગઢવી

સુપરસ્ટાર ફોક-રૉક ગાયક આદિત્ય ગઢવી આજકાલ વિદેશમાં વધુ હોય છે. છેલ્લા થોડા વખતથી તેના શો અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ, ઇંગ્લૅન્ડ, કૅનેડા વગેરે દેશોમાં ચાલી રહ્યા છે.

આ જ ભાગદોડ અંતર્ગત આદિત્ય કૅનેડાથી એક સ્પેશ્યલ શો માટે ચાર્ટર્ડ પ્લેનમાં અમેરિકા ગયો એવું તેણે પોતે ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું.

આદિત્યએ ઇન્સ્ટાગ્રામ પર એક પ્લેન સાથેની પોતાની બહારની અને અંદરની તસવીરો શૅર કરી હતી અને સાથે લખ્યું : ‘થોડાક દી પે’લા First Classમાં બેઠો એમાં રાજી થતો’તો

ત્યાં માતાજીએ કીધું કે, ”બાપ! તારા માટે આ લે Chartered Plane મોકલું…’’

આદિત્ય ગઈ કાલે નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે અમેરિકા ગયો હતો.