તેરે ઈશ્ક મૈં : ‘રાંઝણા’ની સીક્વલમાં તૃપ્તિ ડીમરી સાથે ધનુષનો રોમાન્સ

તૃપ્તિ ડિમરીને ‘એનિમલ’ની સફળતા બાદ સંખ્યાબંધ ફિલ્મો ઓફર થઈ રહી છે. તૃપ્તિની કરિયરનો ગોલ્ડન પિરિયડ શરૂ થયો હોવાથી મોટાં પ્રોડક્શન હાઉસ પણ તેની સાથે કામ કરવા આતુર છે. રાજકુમાર રાવ સાથેની ફિલ્મ વિકી વિદ્યા કા વો વાલા વીડિયો ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ ઉપરાંત પણ અન્ય ફિલ્મો પાઈપલાઈનમાં છે. સાઉથના સ્ટાર ધનુષની ‘રાંઝણા’ 2013માં રિલીઝ થઈ હતી.

આ ફિલ્મની સીક્વલની તૈયારી ચાલી રહી છે, જેમાં તૃપ્તિ ડીમરીનો લીડ રોલ છે.

‘એનિમલ’ની સફળતા પછી તૃપ્તિને કાર્તિક આર્યન સાથે ‘ભૂલ ભુલૈયા 3’ પણ મળી છે. તૃપ્તિની પાન ઈન્ડિયા અપીલને જોતાં ધનુષ સાથે લીડ રોલ ઓફર થયો છે. ડાયરેક્ટર આનંદ એલ. રાય અને ધનુષની ફિલ્મ રાંઝણા 2013માં હિટ રહી હતી. તેઓ આ ફિલ્મની સીક્વલ બનાવવા માગે છે. આનંદ દ્વારા ફિલ્મની લીડ એક્ટ્રેસ અંગે ચાલતી અટકળો અંગે કોઈ ખુલાસો થતો નથી. ‘તેરે ઈશ્ક મૈં’માં ધનુષનો રોલ પાકો છે. આ ફિલ્મ ગયા વર્ષે એનાઉન્સ થઈ હતી, પરંતુ ધનુષ અન્ય પ્રોજેક્ટમાં રોકાયેલો હોવાથી શૂટિંગમાં વિલંબ થયો હતો.

‘તેરે ઈશ્ક મૈં’ અંગે વાત કરતા આનંદે જણાવ્યુ હતું કે, આ બંને ફિલ્મો વચ્ચે ખાસ કનેક્શન છે. ‘રાંઝણા’ની સીક્વલ તરીકે તેને ઓળખાવવાના બદલે અલગ રોમેન્ટિક સ્ટોરી કહેવી જોઈએ. તેમાં રાંઝણાની, એનર્જી, મૂડ અને ફિલિંગ્સ જોવા મળશે. અગાઉ આ ફિલ્મમાં ક્રિતિ સેનન ફાઈનલ હોવાનુ કહેવાતુ હતું, પરંતુ ક્રિતિ પાસેથી આ ફિલ્મ છીનવાઈ હોય તેમ લાગે છે.