પેરિસ ફેશન વીકમાં એશ-આલિયાનો જલવો, હટકે અંદાજમાં લોકોને આપી ફ્લાઇંગ કિસ

પેરિસ ફેશન વીકમાં ઐશ્વર્યા રાય અને આલિયા ભટ્ટનો જલવો જોવા મળ્યો. ફરી એકવાર સ્ટાઇલિશ ડીવાઝ રેમ્પ પર ખૂબસુરતીનો જલવો જોવા મળ્યો. બન્નેની અદાઓએ દરેક લોકોનું દિલ જીતી લીધું. બન્ને એક્ટ્રેસ બ્યુટી કંપની લોરિયલની બ્રાન્ડ એમ્બેસેડર છે. ઐશ્વર્યા છેલ્લાં ઘણાં સમયથી ફેશન વીકનો હિસ્સો બની રહી છે.

જ્યારે આલિયા આ બ્યુટી કંપની માટે પહેલીવાર રેમ્પ પર ઉતરી છે. આમ, વાત કરવામાં આવે તો એશ અને આલિયા બન્ને બોલિવૂડની શાનદાર એક્ટ્રેસ છે. રેમ્પ પર બન્ને પૂરાં જોશ સાથે વોક કરતી જોવા મળી. સોશિયલ મિડીયામાં આ ઇવેન્ટનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

ઐશ્વર્યાએ સાદગીથી લૂંટી મહેફિલ

સોશિયલ મિડીયામાં લોકો બન્નેનાં લુકનાં ખૂબ વખાણ કરી રહ્યાં છે. કોઇ સુંદરી કહી રહ્યું છે તો કોઇ હાર્ટ ઇમોજીની સાથે એક્ટ્રેસનાં વખાણ કરે છે. આમ, તમને જણાવી દઇએ કે આલિયા થોડાં દિવસ પહેલાં જ પેરિસ આવી હતી. જ્યાં એને પતિ રણબીર કપૂરની સાથે પેરિસનાં રસ્તાઓ પર ફરતી જોવા મળી હતી. આ તસવીર સોશિયલ મિડીયામાં વાયરલ થઇ હતી.