લગ્ન પહેલાં થઇ હતી પ્રેગનન્ટ, આ મુવી જોવા માટે લોકોએ કરી હતી પડાપડી, જાણો બોલિવૂડની પહેલી બોલ્ડ બ્લોકબસ્ટર ફિલ્મ વિશે

‘શોલે’ થી લઇને ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ સુધી, હિન્દી સિનેમામાં અનેક ફિલ્મો એવી છે જેની ચર્ચાઓ દર્શકોની વચ્ચે સતત થતી રહે છે. આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ બનાવ્યાં હતા. જો કે આજે પણ આ ફિલ્મો લોકો જોવાનું પસંદ કરતાં હોય છે. આ મુવી એવી જે તમને લાસ્ટ મુમેન્ટ સુધી જોવાની મજા આવે છે.

પરંતુ શું તમે જાણો છો હિન્દી સિનેમાની એ પહેલી ફિલ્મ વિશે જેનાં કારણે બ્લોકબસ્ટરનું કોન્સેપ્ટ શરૂ થયો હતો? દેશને આઝાદી મળી એ પહેલાં આ ફિલ્મ રિલીઝ થઇ હતી. આ ફિલ્મ ગોલ્ડન જ્યુબલી રહી અને આ ફિલ્મએ દાદા મુનિ એટલે કે અશોક કુમારનાં કરિયરની દિશા બદલી દીધી હતી.

અમે વાત કરી રહ્યાં છીએ ‘કિસ્મત’ ફિલ્મની. આ ફિલ્મ 1 કરોડ કમાણી કરનાર પહેલી ભારતીય ફિલ્મ બની હતી. આ ફિલ્મ અનેક વર્ષો પહેલાં કમાલ કરી ગઇ હતી. એ સમયમાં ફિલ્મને માત્ર 20-30 લાખ રૂપિયાની કમાણી કરવી પણ મુશ્કેલ કામ હતું.

‘કિસ્મત’ મુવીએ કરી હતી છપ્પરફાડ કમાણી
અશોક કુમાર સ્ટારર ‘કિસ્મત’ની સાથે હિન્દી સિનેમામાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો હતો. આ ફિલ્મ 1943માં રિલીઝ થઇ હતી અને આમાં અશોક કુમારની સાથે મુમતાઝ શાંતિ અને શાહ નવાઝ જેવા સિતારાઓ નજરે પડ્યાં હતા. આ ફિલ્મની વાત કરવામાં આવે તો એ સમયની બહુ બોલ્ડ ફિલ્મ હતી.

આ ફિલ્મની કહાની એક અપરણિત છોકરીની હતી. જે લગ્ન કર્યાં પહેલાં ગર્ભવતી થઇ જાય છે. આ ફિલ્મથી હિન્દી સિનેમામાં એન્ટી હીરોનો ટ્રેન્ડ શરૂ થયો હતો. આ ફિલ્મ બનાવવામાં 2 લાખનો ખર્ચો થયો હતો. આ ફિલ્મએ વર્લ્ડવાઇડ 1.6 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતુ. આમ, કહી શકાય કે એ વખતે આટલું કલેક્શન કરવું બહુ અઘરું હતું.

આ ફિલ્મથી અશોક કુમાર બની ગયા સુપરસ્ટાર
આ ફિલ્મએ અશોક કુમારને એક નવી ઓળખ આપી હતી. 1940નાં સમયમાં અશોક કુમાર એક યુવા એક્ટર હેઠળ તરીકે ઉભરી આવ્યાં હતા. ત્યારે 1943માં આવેલી ‘કિસ્મત’ ફિલ્મએ એમનું નસીબ ચમકાવી દીધું. પરંતુ જ્યારે દિલીપ કુમાર અને રાજ કપૂરનો સમય આવ્યો ત્યારે એમનું આ ટેગ છીનવાઇ ગયું હતું. આમ, 1948માં રાજ કપૂરની રિલીઝ થયેલી ‘બરસાત’ મુવીએ ‘કિસ્મત’ નો રેકોર્ડ 7 વર્ષ પછી તોડ્યો હતો.