ફિલ્મ દેવરા પ્રી રિલીઝ ઈવેન્ટ કેન્સલ થતા દર્શકોમાં આક્રોશ, જાણો શું હતુ કારણ?

જુનિયર એનટીઆરની આ વર્ષની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘દેવરા’નું ટ્રેલર 22 સપ્ટેમ્બરે રિલીઝ થયું હતું. આ ફિલ્મમાં જ્હાન્વી કપૂર અને સૈફ અલી ખાન પણ સામેલ છે. ટ્રેલર રિલીઝ થયા બાદથી જ ચાહકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન, ફિલ્મની પ્રી-રિલીઝ ઇવેન્ટની પણ જાહેરાત કરવામાં આવી હતી, જેનું આયોજન હૈદરાબાદમાં કરવામાં આવ્યું હતું.

લોકો પણ એકઠા થયા હતા, પરંતુ ઇવેન્ટના થોડા કલાકો પહેલાં જ તે રદ થયાના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા. આનાથી ચાહકો ખૂબ જ નિરાશ થઈ ગયા. મોટી સંખ્યામાં લોકો અને સુરક્ષાના કારણોસર આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.

હૈદરાબાદમાં કાર્યક્રમ રદ્દ થયા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કારણ કે આ ઈવેન્ટ થોડા કલાકો પહેલા કેન્સલ કરવામાં આવી હતી અને ઈવેન્ટમાં આવેલા લોકોને પરત મોકલી દેવામાં આવ્યા હતા. જુનિયર એનટીઆરએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ સંદર્ભમાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વિડિયોમાં તેણે જણાવ્યું કે આ ઈવેન્ટ રદ થવાથી તે ખૂબ જ નિરાશ છે. વીડિયોમાં જુનિયર એનટીઆર લોકોને તેલુગુમાં મેસેજ આપતા જોવા મળે છે. તેણે કહ્યું, ‘મને ખૂબ જ દુઃખ છે કે ‘દેવરા’ની ઈવેન્ટ કેન્સલ કરવી પડી. ખાસ કરીને જ્યારે હું તેની આતુરતાથી રાહ જોતો હતો. મને તમારા બધા સાથે સમય વિતાવવો અને ‘દેવરા’ વિશે ઘણી રસપ્રદ વાતો શેર કરવી ગમે છે. ‘દેવરા’ની ઘણી વાર્તાઓ સંભળાવતા અને આ ફિલ્મમાં મેં કરેલા પ્રયત્નો વિશે તમને જણાવવા માટે હું ખૂબ જ ઉત્સાહિત હતો. પરંતુ સુરક્ષાના કારણોસર આ ઈવેન્ટ કેન્સલ કરવી પડી, આનાથી હું પણ ખૂબ જ નિરાશ છું, મારું દર્દ તમારા કરતા વધારે છે. પરંતુ, મારા મતે, આ માટે નિર્માતાઓ અને આયોજકોને દોષ આપવો ખોટું છે.

હકીકતમાં, જ્યારે ઇવેન્ટ રદ કરવામાં આવી હતી, ત્યારે લોકો તેમની નિરાશા વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયા પર ગયા હતા. પોતાનો ગુસ્સો બતાવતા તેમાંથી કેટલાકે નિર્માતાઓ અને આયોજકોને દોષ આપવાનું શરૂ કરી દીધું છે. કાર્યક્રમ સ્થળ પર લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી, જેના કારણે લોકો માટે લગાવવામાં આવેલા બેરિકેડ પણ તૂટી ગયા હતા. અન્ય લોકોની સલામતી માટે આ ઇવેન્ટ રદ કરવી પડી હતી. જુનિયર એનટીઆર ઉપરાંત, દેવરાની ટીમે પણ તેના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર તેનું નિવેદન બહાર પાડ્યું હતું અને આ ઇવેન્ટને રદ કરવાનું કારણ સમજાવ્યું હતું. નિવેદનમાં લખવામાં આવ્યું છે કે અમારી ટીમ ઘણા સમયથી આ દિવસની રાહ જોઈ રહી હતી. કારણ કે અમે આ ફિલ્મ પર વર્ષોથી સખત મહેનત કરી છે અને હવે અમે આ મહેનતને મોટા પાયે ઉજવવા માગતા હતા. તેનું મોટું કારણ એ છે કે આ ફિલ્મ દ્ગ્‌ઇની 6 વર્ષ પછી સોલો રિલીઝ છે. પરંતુ આપણે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. દેવરાની પ્રી-રીલીઝ ઈવેન્ટ ગણેશ નિમાર્જનની ખૂબ જ નજીક રાખવામાં આવી હતી અને આવા ઈવેન્ટ માટે ઓછામાં ઓછા એક અઠવાડિયાની તૈયારીની જરૂર પડે છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા ભારે વરસાદે પણ ઘણી સમસ્યાઓ સર્જી છે.