આર. માધવન અને સરિતા બિરજે માધવનનો દીકરો વેદાંત માધવન તાજેતરમાં ૧૯ વર્ષનો થયો છે. એ નિમિત્તે ડૅડી આર. માધવને તેને સોના જેવી સલાહ આપી છે કે સારી વ્યક્તિ બન અને લોકોમાં પ્રેમ અને ખુશી ફેલાવ. વેદાંતની વાત કરીએ તો તે ડૅડીની જેમ ફિલ્મોમાં નહીં પરંતુ સ્વિમિંગમાં કરીઅર બનાવી રહ્યો છે. તેણે અત્યાર સુધી નૅશનલ અને ઇન્ટરનૅશનલ લેવલ પર અનેક મેડલ્સ જીત્યા છે.
દીકરા અને વાઇફ સાથે ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આર. માધવને કૅપ્શન આપી, ‘હૅપી 19th માય બૉય. આશા છે કે આ વર્ષ તારા માટે એટલું જ શાનદાર રહે જેની તને અપેક્ષા છે અને એનાથી પણ વધુ સારું રહે. હું ખુશી સાથે આભાર વ્યક્ત કરું છું અને તારી સફળતા માટે દરરોજ પ્રાર્થના કરું છું.
હું જ્યારે ૧૯ વર્ષનો થયો ત્યારે અપ્પાએ મને કહ્યું કે મેં એવું તે શું કર્યું છે કે મને તારા જેવો દીકરો મળ્યો છે. હું પણ આજે એ જ અનુભવી રહ્યો છું, પરંતુ તેમની જે લાગણી હતી એના કરતાં મારી લાગણી તદ્દન વિરોધી છે. આગળ વધ અને સારી વ્યક્તિ બન. પ્રેમ અને ખુશી ફેલાવ. ભગવાને આ ખૂબ સરળ વસ્તુ બનાવી છે.’