દીપિકા પાદુકોણની બેબી ગર્લ કેવું વર્તન કરે છે? અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વીડિયો પોસ્ટ કર્યો

દીપિકા પાદુકોણ પોતાની બેબી ગર્લનું ખુબ ધ્યાન રાખી રહી છે. માતા બન્યા બાદ તેની જિંદગીમાં પણ અનેક બદલાવ આવી રહ્યા છે. તેના વિશે અભિનેત્રી સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી ચાહકોને અપટેડ આપતી રહે છે.
અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં તેની દિકરીની સારસંભાળ લઈ રહી છે. અભિનેત્રીએ 8 સપ્ટેમ્બરના રોજ બેબી ગર્લને જન્મ આપ્યો હતો. અભિનેત્રી અને અભિનેતા રણવીર સિહે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી ચાહકોને ગુડ ન્યુઝ આપ્યા હતા.

દીપિકા અને રણવીર લગ્નના 6 વર્ષ બાદ માતા-પિતા બન્યા છે. તેમણે પહેલા બાળકનું સ્વાગત કર્યું છે. દીપિકા દિકરી સાથે ક્વોલિટી સમય પસાર કરી રહી છે. માતા બન્યા બાદ તેની જિંદગીમાં પણ અનેક બદલાવ આવી રહ્યા છે. અભિનેત્રી નાની દિકરીનું રુટિન કેવું છે, તેનો એક મજેદાર વીડિયો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે.

કેવું છે બેબી ગર્લનું રુટીન

દીપિકા પાદુકોણ પોતાની બેબી ગર્લનું ખુબ ઘ્યાન રાખી રહી છે. માતા બન્યા બાદ જિંદગીમાં પણ બદલાવ આવી રહ્યા છે. તેનું અપટેડ દીપિકા સોશિયલ મીડિયા પર આપી રહી છે. હાલમાં તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક શાનદાર રિલ સ્ટોરીમાં શેર કરી છે. આ રીલ ‘yomamathon’ નામનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટની આ પોસ્ટ છે.