ઉર્મિલા માતોંડકરના લગ્નનાં 8 વર્ષ પછી પતિ મોહસીન અખ્તર મીર સાથે છૂટાછેડા

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેત્રી ઉર્મિલાએ લગ્નના 8 વર્ષ બાદ તેનાં પતિ મોહસીન અખ્તર મીર સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. તેને છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી છે.

શા માટે ઉર્મિલા માતોંડકર અને મોહસીન અખ્તર મીર તેમના 8 વર્ષ જૂના લગ્નજીવનનો અંત લાવી રહ્યાં છે ?

આ પ્રશ્ર્ન હજુ યથાવત છે, દંપતીએ આ મામલે મૌન જાળવ્યું છે. તેમનાં અલગ થવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

એક અહેવાલ મુજબ, ઉર્મિલાએ લગભગ ચાર મહિના પહેલાં છૂટાછેડા માટે અરજી કરી છે. મુંબઈની એક કોર્ટનાં સૂત્રના જણાવ્યાં અનુસાર, અભિનેત્રીએ લગભગ ચાર મહિના પહેલાં છૂટાછેડા માટે અરજી કરી હતી. એક સુત્રએ જણાવ્યું હતું કે ઉર્મિલા અને મોહસીનના છૂટાછેડા પરસ્પર શરતો પર નથી થઈ રહ્યાં.

કોર્ટનાં એક સૂત્રએ જણાવ્યું કે, ‘સાવધ વિચારણા કર્યા પછી, ઉર્મિલાએ મોહસીન સાથેનાં લગ્નને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. તેને કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે. જો કે છૂટાછેડા પાછળનું કારણ હજી જાણી શકાયું નથી.

ઉર્મિલા માતોંડકર અને મોહસીન અખ્તર મીરના લગ્ન 8 વર્ષ પહેલાં થયાં હતાં. બંનેની ઉંમરમાં 10 વર્ષનો તફાવત હતો. બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ હવે ઉર્મિલા માતોંડકર અને મોહસીન છેલ્લાં કેટલાક સમયથી સાથે રહેતાં નથી.