લાપતા લેડીઝની ઑસ્કર માટે પસંદગી થઈ એમાં ભારતીય રેલવે કેમ ખુશ થઈ?

ઑસ્કર અવૉર્ડ્સની બેસ્ટ ઇન્ટરનૅશનલ ફીચર ફિલ્મની કૅટેગરીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે ‘લાપતા લેડીઝ’ની પસંદગી થઈ એની ભારતીય રેલવેને પણ ખુશી થઈ છે. એનું કારણ એ છે કે ‘લાપતા લેડીઝ’માં ટ્રેનનું પણ મહત્ત્વનું ‘પાત્ર’ છે, કઈ રીતે એ આ ફિલ્મ જોનારા જાણતા જ હશે. ઇન્ડિયન રેલવેઝે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર પોતાની ખુશી વ્યક્ત કરીને ફિલ્મને અભિનંદન આપતાં, ફિલ્મના ગીતનો જ ઉપયોગ કરીને લખ્યું છે : ઓ સજની રે…

બહુત બહુત બધાઈ! ભારતીય રેલવેને આવી સુંદર, સરસ ફિલ્મનો ભાગ હોવાનો ગર્વ છે.

હૃતિક-કિયારા: લવ ઇન ઇટલી

હૃતિક રોશન અને કિયારા અડવાણી ઇટલીમાં ફિલ્મ ‘વૉર 2’નું શૂટિંગ કરી રહ્યાં છે, જેનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. હૃતિક-કિયારા એક રોમૅન્ટિક ગીતનું શૂટિંગ કરતાં જણાય છે.

પૅરિસ ફૅશન વીકમાં આલિયા ભટ્ટે પહેરી મેટલ બ્રેસ્ટપ્લેટ

આલિયા ભટ્ટે સોમવારે પહેલવહેલી વાર પૅરિસ ફૅશન વીકમાં રૅમ્પ-વૉક કર્યું હતું. લૉરિયલ પૅરિસ માટેના આ રૅમ્પ-વૉકમાં આલિયાએ મેટલ બ્રેસ્ટપ્લેટ પહેરી હતી. ગૌરવ ગુપ્તા નામના ડિઝાઇનરના મેટલિક ટૉપ સાથે આલિયાએ બ્લૅક વેલ્વેટ પૅન્ટ પહેર્યું હતું.