કોલ્ડપ્લેની ટિકિટ ન મળવાને કારણે ફેન્સ ખૂબ જ નિરાશ છે. એક તરફ, બુકિંગ ખુલતાની સાથે જ સાઈટ ક્રેશ થઈ ગઈ, તો બીજી તરફ, ત્યારથી આ ટિકિટોનું બ્લેક માર્કેટિંગ શરૂ થઈ ગયું છે. જે સાઇટ દ્વારા Coldplay ટિકિટ બુક કરવામાં આવી રહી હતી એટલે કે BookMyShowએ એક મોટું પગલું ભર્યું છે. BookMyShowએ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને ફેન્સને અનઓથોરાઇઝ્ડ સેલર્સ પાસેથી ટિકિટ ખરીદવાનું ટાળવા કહ્યું છે.
બહાર પાડ્યું સ્ટેસમેન્ટ
BookMyShowએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોકોને અનઓથોરાઇઝ્ડ સેલર્સ પાસેથી ટિકિટ ખરીદવાનું ટાળવા કહ્યું છે. આ નિવેદનમાં લખવામાં આવ્યું હતું – ‘BookMyShowનો કોઈ થર્ડ પાર્ટી જેમ કે, વિયાગોગો અથવા ગિગ્સ બર્ગ સાથે કોઈ સંબંધ નથી. આના કારણે તમને ભારે નુકસાન અને જોખમ થઈ શકે છે. અમારા પ્લેટફોર્મ પરથી ખરીદેલી ટિકિટ જ માન્ય છે.
કિંમત કરતા વધારે છે ટિકિટની પ્રાઇઝ
BookMyShow સિવાય વિયાગોગો અને ગિગ્સબર્ગ જેવા અનધિકૃત વિક્રેતાઓ મોંઘી કિંમતે ટિકિટો વેચતા હતા. ઓફિશિયલી આ ટિકિટોની કિંમત 2500 રૂપિયાથી 12,500 રૂપિયા સુધીની છે. પરંતુ તે લોકો પાસેથી તેના કરતા વધુ પૈસા વસુલ કરી રહ્યા છે.
શું છે ColdPlay?
ColdPlay એ બ્રિટિશ રૉક બેન્ડ છે, જેની શરૂઆત લંડનમાં 1997માં થઈ હતી. આ બેન્ડમાં લીડ વોકલિસ્ટ ક્રિસ માર્ટિન, ગિટારિસ્ટ જોની બકલેન્ડ, બેસિસ્ટ ગાય બેરીમેન અને ડ્રમર વિલ ચેમ્પિયનનો સમાવેશ થાય છે.