ટીવી સીરિયલ અનુપમા હાલ ખુબ જ ચર્ચામાં છે. એક પછી એક કલાકારો સીરિયલને અલવિદા કરી રહ્યા છે. આ બધા વચ્ચે એવા સમાચાર આવ્યા હતા કે સીરિયલ અનુપમામાં જલદી જનરેશન ગેપ આવવાનો છે. સીરિયલ અનુપમામાં આગામી મહિને 10 વર્ષ જેટલો લાંબો ગેપ આવવાનો છે એવું કહેવાય છે. લીપ બાદ અનુપમા સીરિયલની કહાની સંપૂર્ણ રીતે બદલાઈ જશે. જ્યાં એકબાજુ સીરિયલ અનુપમાને અનેક સિતારા અલવિદા કરશે.
ત્યાં કેટલાક નવા કલાકારો પણ જોઈન થશે. આ બધા વચ્ચે અનુપમા અંગે એક મોટી જાણકારી સામે રહી છે. રિપોર્ટ્સ મુજબ સીરિયલ યે રિશ્તા ક્યાં કહેતા હૈ અને બાલિકા વધુ 2 જેવા શોમાં કામ કરી ચૂકેલી કલાકાર શિવાંગી જોશી અનુપમાનો ભાગ બનશે.
રિપોર્ટ્સનું માનીએ તો સીરિયલ અનુપમાના મેકર્સે શિવાંગી જોશીને શોમાં મેઈન લીડ રોલ માટે અપ્રોચ કરી છે. 10 વર્ષના લીપ બાદ શિવાંગી જોશી જ અનુપમાની કહાની આગળ વધારશે. એવી અટકળો થઈ રહી છે કે શિવાંગી જોશી અનુપમામાં આધ્યાનો રોલ નિભાવશે. જો કે હજુ સુધી મેકર્સે આ ખબર પર કોઈ નિવેદન આપ્યું નથી.
અત્રે જણાવવાનું કે લીપ બાદ પણ સીરિયલમાં અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલીનું પત્તું સાફ થશે નહીં. શિવાંગી જોશી સાથે સાથે રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સીરિયલ અનુપમાનો ભાગ રહેશે. લીપ આવ્યા બાદ પણ ફેન્સ સીરિયલ અનુપમામાં રૂપાલી ગાંગુલીને જોઈ શકશે. આ સમાચારે શિવાંગી જોશીના ફેન્સ વચ્ચે ખળભળાટ મચાવ્યો છે. શિવાંગી જોશી લાંબા સમયથી ટીવીથી ગાયબ છે. એવામાં શિવાંગી જોશીના ફેન્સ પણ તેની વાપસીની રાહ જોઈ રહ્યા હતા. અનુપમામાં શિવાંગી જોશીની એન્ટ્રીની અટકળોએ ફેન્સનો ઉત્સાહ વધાર્યો છે. હવે અનુપમામાં શિવાંગી જોશીની એન્ટ્રી ક્યારે થશે તે આવનારો સમય જ જણાવશે.