ADVERTISEMENT
ADVERTISEMENT

ઓસ્કાર માટે ફિલ્મને પસંદ કરવી એક પરીકથા જેવું છે : નિતાંશી ગોયલ

ભારતની પ્રખ્યાત ફિલ્મ ‘લાપતા લેડીઝ’ને ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી છે. ફિલ્મમાં ફૂલ કુમારીનું મુખ્ય પાત્ર ભજવનાર નિતાંશી ગોયલ નોઈડાના સેક્ટર-119ની એક સોસાયટીમાં રહેતી હતી. આ સમાચાર સાંભળીને તેની ખુશીની કોઈ સીમા રહી ન હતી. નિતાંશી કહે છે કે ઓસ્કર માટે મોકલવામાં આવી રહેલી ફિલ્મ એક સુંદર પરીકથાની જેમ છે.

નિતાંશી ગોયલ મૂળ બુલંદશહર જિલ્લાનાં સિકંદરાબાદની છે અને હાલ મુંબઈમાં રહે છે.

નિતાંશીએ કહ્યું કે તેનાં માટે આનાથી મોટા કોઈ સમાચાર ન હોય શકે. આ તેની પહેલી ફિલ્મ છે, જેમાં તે લીડ રોલમાં છે. તેનાં પાત્ર ફુલને જે પ્રેમ અને સમર્થન મળ્યું છે તે તેની કલ્પના બહારનું છે અને તે તેને એક કલાકાર તરીકે આગળ વધવાની પ્રેરણા આપે છે.

નિતાંશી કહે છે કે તેને વિશ્વાસ છે કે અમે ઓસ્કાર ટ્રોફી ઘરે લાવીશું. નિતાંશીએ જણાવ્યું કે આ ફિલ્મે તેને ફૂલ અને સજની તરીકે ઓળખ આપી છે. તે જ્યાં પણ જાય છે, લોકો તેને આ બે નામથી જ બોલાવે છે. ફિલ્મનું ગીત સજની રે ખૂબ જ લોકપ્રિય થયું હતું. ફિલ્મમાં નિતાંશીએ દુલ્હન ફૂલનો રોલ કર્યો હતો.

મહિલાઓની બોડી લેંગ્વેજ સમજવા માટે ફિલ્મો અને સિરીયલો જોઈ
નિતાંશી ગોયલે કહ્યું કે તેણે આ ફિલ્મ માટે ખૂબ જ મહેનત કરી છે. તેને ઓડીશન માટે ત્રણ સીન મળ્યાં હતાં. તેને ખબર ન હતી કે આ આમિર ખાન અને કરણ રાવની ફિલ્મ છે. આ ફિલ્મની સ્ટોરી વર્ષ 2001 ની છે અને તેનો જન્મ 2007 માં થયો હતો. 2001 ની મહિલાઓની રીતભાત અને કપડાંને સમજવા માટે, તેને ફિલ્મ સુઇ ધાગા, બાલિકા વધૂ , વગેરે જોઈ હતી. પછી ઓડીશન આપ્યું હતું જે અમીર ખાન અને કિરણ રાવને પસંદ આવ્યું હતું.

નિતાંશીના ઈન્સ્ટાગ્રામ પર 10 મિલિયનથી વધુ ફોલોઅર્સ
નિતાંશી સોશિયલ મીડિયા પર પણ ખૂબ લોકપ્રિય છે. માત્ર 17 વર્ષની ઉંમરે, તેનાં ઈંસ્ટાગ્રામ પર 10 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. નિતાંશી દ્વારા તેને 2016 માં નવ વર્ષની ઉંમરે સિરિયલ ‘મન મેં વિશ્વાસ હૈ’ થી અભિનયની શરૂઆત કરી હતી. ‘નાગાર્જુન એક યોધ્ધા’ ‘ડાયન’, ‘પેશ્વા બાજીરાવ’ અને અન્ય ઘણી ટીવી, વેબ સિરીઝ ‘ઈનસાઈડ એજ 2’માં કામ કર્યું હતું. તેને ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘ઈન્દુ સરકાર’ વગેરે જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. નીતાંશીએ કહ્યું કે આમિર ખાનને મળવું અને તેની ફિલ્મમાં કામ કરવું એ એક સપનું પૂરું કરવા જેવું છે. દંગલ અને 3 ઈડિયટ્સ જોયા ત્યારથી તેને મળવાનું મારું સપનું હતું.

ADVERTISEMENT
ADVERTISEMENT

ભરોસો હતો ફિલ્મ સફળતા અપાવશે
ઓસ્કરની વિદેશી ફિલ્મ કેટેગરીમાં હિન્દી ફિલ્મ ‘લાપતા લેડીઝ’માં વરરાજા દીપકની ભૂમિકા ભજવનાર અભિનેતા સ્પર્શ શ્રીવાસ્તવ તાજનગરીનો છે. સ્પર્શે કહ્યું કે તેને વિશ્વાસ હતો કે આ ફિલ્મ તેને ઓળખ અપાવશે. 2010 માં રિયાલિટી શો ‘ચક ધૂમ ધૂમ’ જીતીને ડાન્સર તરીકે હેડલાઇન્સ બનાવનાર સ્પર્શ હવે એક્ટિંગ દ્વારા પોતાનું નામ બનાવી રહ્યો છે. સ્પર્શને લાપતા લેડીઝ સાથે જોડાયેલી માહિતી મળતાં જ તેને તેની પુષ્ટિ કર્યા પછી તેની માતા રાગિની શ્રીવાસ્તવ સાથે શેર કરી હતી. સ્પર્શ અનુસાર તેને ફિલ્મમાં ખૂબ જ મહેનત કરી હતી

કિરણ રાવે કહ્યું હતું કે : :હું ખૂબ જ સન્માનિત અને ખુશી અનુભવી રહી છું. ઓસ્કર માટે ભારતનું પ્રતિનિધિત્વ કરવું એ સન્માનની વાત છે. આશા છે કે, આ ફિલ્મને સમગ્ર વિશ્ર્વમાં પ્રેક્ષકોને એટલી જ પસંદ આવશે જેટલી તે ભારતમાં આવી હતી.

રવિ કિશનને કહ્યું હતું કે : મેં ક્યારેય વિચાર્યું ન હતું કે ફિલ્મ ઓસ્કરમાં જશે. પુરી દુનિયા હવે ઓસ્કરના મંચ પરથી ભારતીય સમાજને ખાસ કરીને ગ્રામીણ ભારતને જોશે કે જયાં દેશની 80 ટકા વસ્તી રહે છે

ADVERTISEMENT
ADVERTISEMENT