સાઉથ સ્ટાર રશ્મિકા મંદાના બહુ જલદી અપકમિંગ એક્શન થ્રિલર ફિલ્મ ‘પુષ્પા 2’માં જોવા મળશે. રશ્મિકાની જોડી અલ્લુ અર્જુનની સાથે ફરી એકવાર જોવા મળશે. ફિલ્મના રિલીઝ પહેલાં રશ્મિકા મંદાના મંદિર પહોંચી અને ભગવાનના આશીર્વાદ લીધાં. આની જાણકારી એક્ટ્રેસે પોતે સોશિયલ મીડિયામાં આપી છે. રશ્મિકા મંદાનાએ ઇન્સ્ટા સ્ટોરી પર આની એક તસવીર શેર કરી છે જેમાં એક્ટ્રેસ સ્માઇલ આપતી જોવા મળી છે.
તસવીરમાં તમે જોઈ શકો છો કે રશ્મિકા મંદાનાએ માથા પર કુમકુમની સાથે પવિત્ર ભભૂત લગાવ્યું છે. આ સાથે રશ્મિકા મંદાનાએ ફેન્સ માટે એક મસ્ત નોટ લખી છે. એક્ટ્રેસે જણાવ્યું કે લોકોની ભલાઈ માટે ભગવાનને ખાસ પ્રાર્થના.
ભગવાનનાં દર્શન કર્યા પછી રશ્મિકા મંદાનાએ એની તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું કે, “મને મંદિર જવાનો મોકો મળ્યો અને મને બસ એ જ વાત કરવી છે કે ભગવાન તમારા બધા લોકોનું ભલું કરે. બાળકોને એમની પરીક્ષાઓ માટે શુભકામનાઓ. જે લોકો નોકરીની શોધમાં એ લોકો માટે પ્રાર્થના કરું છું કે એમને જલદી મળે. જેની તમે રાહ જોઈ રહ્યા છો એ જલદી મળી જાય.”
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘પુષ્પા 2’ની રિલીઝ ડેટ સામે આવી ગઈ છે. આ મુવીમાં ફહદ ફાઝિલ પણ જોવા મળશે. આ મુવીમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે. આ મુવી 6 ડિસેમ્બર 2024ના રોજ હિન્દીની સાથે-સાથે તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.
જાણો ‘પુષ્પા 2’ વિશે
વર્ષ 2021માં આવેલી અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા: ધ રાઇઝ’એ બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડ્યા છે. પુષ્પા 2ની વાત કરવામાં આવે તો સુકુમારના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મ પુષ્પા 2 આ વર્ષના મોસ્ટ અવેટેડ સીક્વલ્સમાંથી એક છે. આમાં અલ્લુ અર્જુનની સાથે રશ્મિકા મંદાના, ફહાદ ફાસિલ, જગપતિ બાબુ સહિત અનેક સ્ટાર્સ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.