‘સ્ત્રી 2’ OTT પર રિલીઝ બાદ પણ થિયેટરોમાં જઈ રહ્યા છે પ્રેક્ષકો, 43 દિવસે પણ કરોડોમાં કમાણી

રિલીઝના પ્રથમ દિવસથી લઈને સ્ત્રી 2 સતત કમાણીમાં રેકોર્ડ તોડી રહી છે. હાલમાં જ 600 કરોડની ક્લબમાં સામેલ થયેલ રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની આ ફિલ્મે રિલીઝના 43મા દિવસે પણ 1 કરોડની કમાણી કરી છે. જે આટલા લાંબા સમય બાદ પણ દર્શકોને થિયેટર સુધી લઈ જવામાં આકર્ષી રહી છે.

બોલિવૂડની બીજા નંબરની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ

બૉલિવૂડના ઈતિહાસમાં સૌથી વધુ બોક્સ ઓફિસ પર કલેક્શન કરવામાં શાહરુખ ખાનની જવાનનું નામ પહેલા છે. જેનું ક્લેક્શન 643 કરોડ છે. જ્યારે બીજા નંબર પર મલ્ટી સ્ટારર સ્ત્રી 2 નું નામ આવે છે. જે હાલમાં જ 600 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે.

સ્ત્રી 2 ઓટીટી પ્લેટફોર્મ પર કેવી રીતે જોવી

ઉલ્લેખનીય છે કે સ્ત્રી 2 ગુરુવારે 26 સપ્ટેમ્બરના રોજ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ કરી દેવામાં આવી છે. એટલે ફિલ્મ જોવા માટે તમારે 349 રુપિયા ચુકવવા પડશે. જો કે ઓક્ટોબરથી આ ફિલ્મને પ્રાઈમ વીડિયો પર ફ્રીમાં જોઈ શકાશે.