યશ ચોપરા આજે ટોપ પર છે. યશ ચોપરાએ અનેક સુપરહિટ ફિલ્મો આપ્યાં પછી આજે લાખો લોકોનાં દિલમાં રાજ કરે છે. આટલું જ નહીં આજે શાહરુખ ખાનને રોમાન્સનાં બાદશાહ પણ યશ ચોપરાને કારણે કહેવામાં આવે છે. યશ ચોપરાની ફિલ્મી પડદા પર પ્રેમને ઇન્દ્રધનુષનાં રંગોની જેમ રંગરૂપમાં દર્શકોની સામે પેશ કરવામાં આવ્યો હતો. મહેનત અને ટેલેન્ટથી આજે યશરાજ ફિલ્મ્સ ઇન્ડસ્ટ્રીનો એક અલગ જ દબદબો જોવા મળી રહ્યો છે.
બોલિવૂડનાં જાણીતાં નિર્માતા નિર્દેશક યશ ચોપરાનો જન્મ 27 સપ્ટેમ્બર 1932નાં રોજ પાકિસ્તાનનાં લાહોરમાં થયો હતો. યશ ચોપરા એમની રોમેન્ટિક ફિલ્મો માટે જાણીતાં હતા.
આ રીતે ફિલ્મમેકર બન્યાં યશ ચોપરા
નિર્માતા-નિર્દેશક યશ ચોપરા એક સમયે એન્જિનિયર બનવા ઇચ્છતાં હતા. ત્યારબાદ લંડન ગયા હતા. પરંતુ કિસ્મતને આ વાત મંજૂર ના થતાં લાઇફમાં વળાંક આવી ગયો. યશ ચોપરા જ્યારે મુંબઈ આવ્યાં ત્યારે એમનાં ભાઈ બી આર ચોપરાનાં આસિસ્ટન્ટ બનેલી ફિલ્મોનું નિર્દેશન કરવાનું શરૂ કર્યું.
યશ ચોપરાનું આ ટેલેન્ટ દિગ્ગજ અભિનેત્રી વૈજયંતીમાલાને ઓળખી અને ફિલ્મોનું નિર્દેશન કરવાની અને આ વાત પર ધ્યાન આપવાની વાત કરી હતી. ત્યારબાદ ભાઈને છોડીને પોતે ફિલ્મો બનાવવાનો નિર્ણય કર્યો. વર્ષ 1959માં યશ ચોપરાએ ‘ઘૂલ કા ફૂલ’ ડાયરેક્ટ કરી હતી.
આ સ્ટાર્સ યશ ચોપરાને બનાવ્યાં સુપરસ્ટાર
‘ડર’, ‘દિલ તો પાગલ હૈ’, ‘વીર ઝારા’, ‘જબ તક હૈ જાન’, ‘ત્રિશુલ’, ‘દીવાર’ અને ‘દાગ’ જેવી ફિલ્મો બનાવવા માટે યશ ચોપરા એક ફેમસ ફિલ્મમેકર જ નહીં, પરંતુ દેશનાં સૌથી મોટા પ્રોડક્શન હાઉસ યશરાજ ફિલ્મ્સનાં સ્થાપક પણ હતા. યશ ચોપરાએ અનેક સ્ટાર્સને એક નવી ઓળખ અપાવી છે. 1975માં ‘દીવાર’થી અમિતાભ બચ્ચનને એન્ગ્રી મેનની ઓળખ અપાવી હતી.
જ્યારે શાહરુખ ખાનની સાથે યશ ચોપરાએ અનેક હિટ ફિલ્મો આપી છે. નિર્દેશક યશ ચોપરાએ ‘ડર’, ‘દિલ તો પાગલ હૈ’ અને ‘વીર ઝારા’ જેવી ફિલ્મોમાં શાહરુખ ખાનને કાસ્ટ કર્યો અને કિસ્મત ચમકી ગઈ. શાહરુખ ખાન સાથે યશ ચોપરાની લાસ્ટ ફિલ્મ ‘જબ તક હૈ જાન’ હતી.