બોલિવૂડનાં ફેમસ અને ગ્લેમરસ એવોર્ડ શો IIFA 2024 આજથી શરૂ થઈ ગયો છે. અબુ ધાબીમાં 3 દિવસ સુધી ચાલનારાં આ એવોર્ડ સમારોહમાં અનેક બોલિવૂડ સિતારાઓ હાજરી આપશે. જોકે શાહરુખ ખાનની એન્ટ્રીએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. હવે રેખા પણ IIFA 2024 માં ધૂમ મચાવવા માટે તૈયાર છે. રેખા 22 મિનિટ માટે ડાન્સ પરફોર્મન્સ કરવાની છે. આટલું જ નહીં રેખાની પાછળ 150 થી પણ વધારે બેકગ્રાઉન્ડ ડાન્સર્સ નજરે પડશે.
એવોર્ડ શો 27 સપ્ટેમ્બરની શરૂ થશે અને 29 સુધી ચાલશે. ત્રણ દિવસનાં આ એવોર્ડ સેરેમનીમાં અનેક બોલિવૂડ સિતારાઓએ એની આગવી અદાઓથી લોકોને ખુશ કરી દેશે.
સુપરસ્ટાર હીરોઈન રેખાએ બોલિવૂડમાં અનેક શાનદાર અને સુપરહિટ ફિલ્મો આપી છે. અનેક ફિલ્મોમાં રેખાની એક્ટિંગને આજે પણ લોકો યાદ કરે છે. આમ, આજે પણ રેખા લાખો લોકોનાં દિલમાં રાજ કરે છે. વર્ષ 2018માં IIFA એવોર્ડમાં રેખાએ એનાં સુપરહિટ સોન્ગ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’નું પ્રદર્શન કર્યું હતું. આ ડાન્સ પરફોર્મન્સથી લોકોનું દિલ જીતી લીધું હતું. જોકે આ ઉંમરમાં પણ રેખા એકદમ ફિટ એન્ડ ફાઇન છે. હવે રેખા અબુ ધાબીમાં 22 મિનિટનાં ડાન્સ પરફોર્મથી ફરી લોકોનું દિલ જીતી લેવા માટે તૈયાર છે.
મળતી માહિતી અનુસાર આ પરફોર્મ દરમિયાન રેખા મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલાં કોસ્ચ્યુમ પહેરશે. રેખાએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, “મારા દિલમાં આઇફાની સ્પેશિયલ જગ્યા છે. આમાં માત્ર ઇન્ડિયન સિનેમાને જ નહીં, પરંતુ દેશની કલાનું પણ પ્રદર્શન થાય છે.”
શાહરુખ ખાન પહોંચ્યો અબુ ધાબી
આમ, તમને જણાવી દઈએ કે આ પહેલાં શાહરુખ ખાને પણ અબુ ધાબીમાં ધમાકેદાર એન્ટ્રી લીધી. શાહરુખ ખાનનો એરપોર્ટ પરથી વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો. આ વીડિયોમાં શાહરુખ ખાન એની ટાઇટ સિક્યોરિટી સાથે જોવા મળ્યો. શાહરુખ ખાનને જોઈને ફેન્સ પણ ઉત્સાહિત થઈ ગયા. જોકે હવે અબુ ધાબીમાં એક પછી એક બોલિવૂડ સિતારાઓની એન્ટ્રી થવા લાગી છે. 3 દિવસ સુધી જોરદાર ધમાલ જોવા મળશે.