બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખખાનના દુનિયાભરમાં કરોડો ચાહક છે. તેની એક ઝલક પામવા માટે ફેન્સ કંઈપણ કરવા તૈયાર છે. હાલમાં જ એક નજારો મુંબઈ એરપોર્ટ પર જોવા મળેલો જયારે તેઓ અબુધાબી જઈ રહ્યા હતા.
તે જયારે એરપોર્ટ પર પહોંચ્યા તો તેની એક ઝલક પામવા માટે ફેન્સ બેકાબુ થઈ ગયા હતા. અફડાતફડી મચવાના કારણે શાહરૂખની આસપાસ ગાર્ડસે સુરક્ષાનો ઘેરો બનાવવો પડેલો.
તેનો વિડીયો પણ સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે. વીડીયોમાં જોવા મળે છે કે શાહરૂખખાન મુંબઈ એરપોર્ટ પર પોતાના સ્ટાફની સાથે નજરે પડે છે. તેને જોઈને ફેન્સ અચાનક શોર મચાવવા લાગે છે અને એક ઝલક મેળવવા માટે વ્યાકુળ થવા લાગે છે.
શાહરૂખખાનની આસપાસ મૌજુદ સિકયુરીટી તુરંત સુરક્ષાનો ઘેરો બનાવે છે અને કિંગખાનને ઝડપથી એરપોર્ટની અંદર મોકલી દેવામાં આવે છે.
શાહરૂખખાનની આવનારી ફિલ્મની વાત કરીએ તો તે ફિલ્મ ‘કિંગ’માં જોવા મળશે.આ ફીલ્મમાં તેની સાથે દિકરી સુહાના પણ ચમકે છે. આ ઉપરાંત તે પઠાન-2 અને ટાઈગર વર્સીસ પઠાનમાં પણ નજરે પડશે.