ADVERTISEMENT
ADVERTISEMENT

એઆઈ ટેકનોલોજીથી અમિતાભ સાઉથ ઈન્ડિયન ભાષામાં બોલતો સંભળાશે

એઆઈ (આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ)નો ઉપયોગ ફિલ્મમાં બખૂબી થવા લાગ્યો છે. વેત્રાયન ફિલ્મનાં સર્જકોએ ફિલ્મના સાઉથ ઈન્ડીયન વર્ઝનમાં અમિતાભ બચ્ચનના અવાજને રિક્રીએટ કરનાર છે.

અમિતાભના અવાજમાં સાઉથ ઈન્ડીયન ભાષામાં સાઉથનો અભિનેતા પ્રકાશરાજ બોલતો જોવા મળશે. જોકે આ બાબતથી અમિતાભનાં ફેન્સ નિરાશ છે આ પ્રકાશરાજ અમિતાભ માટે ડબ કરતા હતા.

ફિલ્મ મેકર્સે જણાવ્યું હતું કે ફિલ્મનાં તમિલ, તેલુગુ, કન્નડ, અને મલયાલમ વર્ઝન માટે અમિતાભના અવાજનો ઉપયોગ એઆઈ ટેકનોલોજીની મદદથી કરશે. આ બહુભાષી ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને રજનીકાંત 33 વર્ષ બાદ સ્ક્રીન શેરીંગ કરશે.

ADVERTISEMENT
ADVERTISEMENT

બીજી રસપ્રદ વાત એ છે કે, આ ફિલ્મનાં સંગીતકાર રવિચંદર પણ એઆઈ ટેકનોલોજીની મદદથી મલેશીયાનાં ગાયક સ્વ.વાસુદેવનનો અવાજ ફિલ્મમાં પુન:જીવીત કરશે.

ADVERTISEMENT
ADVERTISEMENT