2020માં શરૂ થયેલી અનુપમા સિરિયલ એ ટીવીની TRP લિસ્ટમાં ટોચના શોમાંથી એક છે. શરૂઆતથી લઈને અત્યાર સુધી તેની કહાની અનુપમા પર આધારિત છે. જે એક ગૃહિણી છે, પહેલા છૂટાછેડા, પછી બીજા લગ્ન અને તેના સપના પૂરા કરવાની સફર બતાવી રહી છે. પરંતુ હવે જ્યારે સુધાંશુ પાંડે અને મદાલસા શર્મા જેવા કલાકારોએ શોને અલવિદા કહી દીધું છે. ત્યારે નિર્માતાઓ આ શોમાં જનરેશન લીપ લાવવાની તૈયારી કરતા જોવા મળે છે.
શોની કહાની લીપ પછી કાજલ નામના પાત્ર પર આધારિત જોવા મળશે.
જો અહેવાલોનું માનીએ તો, અનુપમા શોમાં 15 વર્ષનો લીપ લેશે. જ્યારે રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના આ શોનો ભાગ હશે. મોટાભાગના પાત્રો શોને અલવિદા કહી દેશે. શોની નવી લીડ કાજલ નામના પાત્ર પર આધારિત હશે. આ માટે નિર્માતાઓ એક સ્વતંત્ર, ઉત્સાહી, મનોરંજક અને લાગણીશીલ વ્યક્તિની ભૂમિકા ભજવવા માટે અભિનેત્રીની શોધમાં છે.
સૂત્રએ જણાવ્યું હતું કે, કાજલ એક સ્વતંત્ર અને હિંમતવાન છોકરી હશે, પરંતુ તેની અંદર ઘણી બધી લાગણીઓ છુપાયેલી હશે. નિર્માતા કાજલ માટે એક દુ:ખદ વાર્તા લખી રહ્યા છે, જેણે તેની માતાની ભૂલને કારણે તેના પિતા ગુમાવ્યા છે અને શું તે તેના પિતાના મૃત્યુ માટે તેની માતાને જવાબદાર માને છે અને તેથી તે તેના પિતાના ખોવાયેલા સ્વપ્નને પૂર્ણ કરવા માંગે છે અને તે ગરીબોને મદદ કરવા માટે અમીર લોકોને પણ છેતરી શકે છે.