ADVERTISEMENT
ADVERTISEMENT

‘અમે એટલા પૈસા નથી લેતા’, કરણ જોહરના 40 કરોડ ફી અંગેના નિવેદન પર સૈફ અલી ખાને આપી પ્રતિક્રિયા

થોડા સમય પહેલા કરણ જોહરે એક નિવેદન આપ્યું હતું, જેની ખૂબ ચર્ચા પણ થઈ હતી. તેણે કહ્યું હતું કે, બોલિવૂડ સ્ટાર્સ 40 કરોડ રૂપિયા સુધીની ફી લે છે, પરંતુ તેમની ફિલ્મો ક્યારેક માત્ર 3.5 કરોડ રૂપિયા જ કલેક્ટ કરે છે. હવે સ્ટાર્સ બોક્સ ઓફિસ પર હિટની ખાતરી આપી શકતા નથી. હાલમાં જ સૈફ અલી ખાને મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો અને કહ્યું કે, એવું લાગે છે કે જાણે કરણ કહી રહ્યો હોય કે સ્ટાર્સે પોતાનો ચેક કાપી નાખવો જોઈએ અને પેમેન્ટ જાતે જ કરવું જોઈએ.

એક ઈન્ટરવ્યૂમાં સૈફે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કમાણી અને એક્ટર્સની ફી અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. સૈફે હળવાશથી તેને ‘પે ચેક કટ’ ગણાવ્યો. સૈફે જણાવ્યું કે, સ્ટાર્સના પગાર અંગે ચર્ચા કરવી હંમેશા થોડી મુશ્કેલ અને જટિલ રહી છે, કારણ કે તેમાં ઘણી બાબતો સામેલ છે. સૈફે હસીને કહ્યું, ‘તે તેના પગારના ચેકમાં કાપ મૂકવા માગે છે. મને લાગે છે કે, હવે મારે મારું પોતાનું યુનિયન બનાવવું જોઈએ. મને ખાતરી છે કે, તેઓ સાચા છે, પરંતુ જલદી પગારમાં કાપ આવે છે, હું થોડો નર્વસ થઈ જાઉં છું.

‘પગાર કાપવો જોઈએ નહીં’- સૈફ

તેણે કહ્યું, ‘પગાર કાપવો ન જોઈએ’! સૈફે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વર્તમાન સ્થિતિ વિશે પણ ખુલીને વાત કરી અને કહ્યું, ‘આપણી ઈન્ડસ્ટ્રીની પોતાની ઈકોનોમી છે. જ્યારે તમે કોઈ મોટા સ્ટાર પાસે જાઓ છો, ત્યારે તે ઘણી વખત કહે છે કે, ‘જો તમે મને ઈચ્છો છો, તો આટલી કિંમત ચૂકવવી પડશે’ અને લોકો તે કિંમત ચૂકવવા તૈયાર થઈ જાય છે. કેટલીકવાર વસ્તુઓ ખોટી થઈ જાય છે. પરંતુ અમારી પાસે અહીં બિઝનેસમેન છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી પોતે એક રીતે ફાઈનાન્સિયલ હબ બની ગઈ છે અને લોકો તેને ટાર્ગેટ કરે છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT