ઈબ્રાહિમ અલી ખાન અને પલક તિવારીની ડેટિંગ અફવા વિશે સૈફ અલી ખાને તોડ્યું મૌન, કહ્યું…

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો બેસ્ટ એક્ટર સૈફ અલી ખાન અત્યારે તેની ફિલ્મ ‘દેવરાઃ પાર્ટ 1’ને લઈને ચર્ચામાં છે. સૈફ અલી ખાન આ ફિલ્મના પ્રમોશનમાં કોઈ કસર છોડી રહ્યો નથી. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સૈફ અલી ખાનનો મોટો દીકરો ઈબ્રાહિમ અલી ખાન ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીને ડેટ કરી રહ્યો છે. હવે સૈફ અલી ખાને આ અહેવાલો પર આડકતરી રીતે પોતાનું મૌન તોડ્યું છે.

એક વાતચીતમાં જ્યારે સૈફ અલી ખાનને પૂછવામાં આવ્યું કે, હવે જ્યારે તેના બાળકો ઈબ્રાહિમ અને સારા મોટા થઈ ગયા છે તો તે પોતાના બાળકોને રિલેશનશિપની સલાહ આપે છે. ઈબ્રાહિમ અને પલકના સંબંધોની અફવાઓ વચ્ચે સૈફ અલી ખાને પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘તેઓ જાણવા માગે છે કે કઈ ઉંમરમાં સંબંધોને કેટલી ગંભીરતાથી લેવા જોઈએ.’

સૈફ અલી ખાને વધુમાં કહ્યું કે, ‘જો હું તેના વિશે વધારે વાત કરીશ તો તેમને વિચિત્ર લાગશે. ઈબ્રાહિમ મારી સાથે તેના કામ અને ગર્લફ્રેન્ડની ચર્ચા કરે છે જ્યારે સારા મને તેના કામ વિશે વાત કરે છે. સૈફે એમ પણ કહ્યું કે, જ્યારે તે કામ કરતો નથી ત્યારે તે મોટાભાગનો સમય તેના બાળકો સાથે વિતાવે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ‘દેવરાઃ પાર્ટ 1’ આજે થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન સાથે સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર અને બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર લીડ રોલમાં છે.