જાણીતી ટીવી સિરિયલમાં અભિનેત્રીનો કિસીંગ સીન, લોકો કહ્યું પરિવાર સાથે જોવા જેવું ન રાખ્યું

સંબુલ તૌકીર ખાનની સિરિયલ ‘કાવ્યા એક જઝ્બા એક જૂનૂન’ વિવાદમાં આવી ગઈ છે. હકીકતમાં સોશિયલ મીડિયા પર સિરિયલના એક્ટર્સ મિશ્કત વર્મા અને પંખુડી ગિડવાનીની એક વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. વીડિયોમાં બંને એકબીજાને કિસ કરતા જોવા મળી રહ્યા છે. સિરિયલની આ ક્લિપ પર દર્શકો ગુસ્સે ભરાયા છે. તેઓ મેકર્સને કમેન્ટ્સ કરીને પૂછી રહ્યા છે કે ટીવી પર આવું બધું કેમ બતાવવામાં આવી રહ્યું છે.

જણાવી દઈએ કે સિરિયલમાં સંબુલ તૌકીર ખાન મુખ્ય ભૂમિકામાં છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

ટીવી સિરિયલમાં લિપલોક જેવો સીન બતાવવો સામાન્ય વાત છે. પરંતુ આ શોમાં મિશ્કત અને પંખુડીની વચ્ચે લિપલોકનો સીન બતાવવામાં આવી રહ્યો છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક યુઝરે ક્લિપ શેર કરતા કહ્યું કે, ભારતીય ટેલિવિઝનનું શું થશે.

– 37 વર્ષના હીરો સાથે દેખાવડી અભિનેત્રીનો રોમાન્સ, પહેલી જ ફિલ્મમાં રાતોરાત બની ગઈ સ્ટાર, તમે ઓળખી?

સોશિયલ મીડિયા પર યુઝર્સ ભડક્યાં

સોશિયલ મીડિયા પર આ વીડિયો પર યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરતા લખ્યું, આ બધું હવે સિરિયલમાં પણ થવા લાગ્યું. શું તે ટેલિકાસ્ટ થયો છે કે માત્ર પ્રોમો છો. અન્ય એક યુઝરે લખ્યું, માત્ર એક લીપ કિસ તો છે.

સુંબુલ આ શોમાં આઈએએસની ભૂમિકા નિભાવે છે

જો કે સોશિયલ મીડિયા પર હજી સુધી મિશ્કત વર્મા અને પંખુડી ગિડવાનીનું કોઈ રિએક્શન નથી આવ્યું. જણાવી દઈએ કે, મિશ્કત વર્મા શોમાં મુખ્ય ભૂમિકા કરે છે. સુંબલ આ શોમાં આઈએએસની ભૂમિકામાં જોવા મળી રહી છે.