ADVERTISEMENT
ADVERTISEMENT

અટકળો કે સત્ય? ધુમાડાને જોઇને આગનો અણસાર આવી જ જતો હોય છે…

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયનાં લગ્નભંગાણની વાતો હવે નવી નથી. ચોરે ને ચૌટે આ વાતો થઇ પણ ગઇ અને એ પછી અમુક તબક્કે એ વાતો ખોટી છે એવી વાતો પણ થઇ. ઘણાનું કહેવું હતું કે લોકો ખોટા તાણાવાણા જોઇન્ટ કરી રહ્યા છે અને મોટાભાગના લોકોનું કહેવું હતું કે જે રીતે બચ્ચન પરિવાર અને ખાસ અભિષેક અને ઐશ્વર્યા સેપરેટલી અલગ અલગ જગ્યાએ એન્ટ્રી કરી રહ્યાં છે

એ જોતાં ખરેખર બંને વચ્ચે કંઇક અણબનાવ હોય એવું વર્તાઇ આવે છે. બંનેની દીકરી પણ મોટેભાગે અભિષેક કે અમિતાભના પરિવારને બદલે મમ્મી સાથે જ આવતી-જતી જોવા મળે છે. તાજેતરમાં જ અભિષેક એક ફંક્શનમાં ગયો ત્યારે એણે પોતાની સગાઇની રિંગ નહોતી પહેરી. બીજી તરફ એશે જ્યારથી એ લોકો સગાઇના બંધનમાં બંધાયાં છે ત્યારથી જ રિંગ પહેરેલી રાખી છે. એ કોઇ ફિલ્મના શૂટિંગમાં પણ નહોતી ઉતારી, જે તાજેતરમાં SIIMA એવોર્ડ્સમાં જોવા મળી ત્યારે નહોતી પહેરી. આ વસ્તુ કદાચ બંને તરફથી ઇનડાયરેક્ટ ઇશારો હોઇ શકે કે તેઓ હવે સાથે નથી. અલબત્ત, થોડા સમય પહેલાં જ એશ અને આરાધ્યાને જલસા બંગ્લોમાં જતાં જોવાયાં હતાં. અંદરખાને શું છે એ તો ઇશ્વર જાણે, એક વાત નક્કી છે કે બંને વચ્ચેના અણબનાવનું કારણ સો ટકા એમનો પરિવાર જ છે. જયા અને શ્વેતાનું નામ આમાં બહાર આવી રહ્યું છે તો એ સાચું હોઇ શકે છે. જે રીતે એ બંનેનું બચ્ચન પરિવારમા વર્ચસ્વ છે, એ જોતાં એ બંનેએ વિલનનું કામ કર્યું હોય તો ના નહીં, પણ આ જોડી તૂટશે તો દુ:ખ ચોક્કસ થશે.

ADVERTISEMENT
ADVERTISEMENT

ખેર, અણબનાવની અફવાઓ વચ્ચે પણ બંને પોતપોતાના કામમાં વ્યસ્ત છે અને શિદ્દતથી એને પતાવી રહ્યાં છે. અભિષેક સારો કલાકાર છે. એને જોઇએ એવી સફળતા નથી મળી, પણ જો એની પાસે અમિતાભ બચ્ચન બનવાની અપેક્ષા આપણે ન રાખી હોત તો એને ઘણા સારા રોલમાં ઇન્ડસ્ટ્રી જોઇ શકી હોત. હાલમાં જ એની અપકમિંગ ફિલ્મ બી હેપ્પીનું પોસ્ટર આવી ગયું છે. આ ઓટીટીની ફિલ્મ છે. એમેઝોન પ્રાઇમ ઉપર તે આવશે, એની રિલીઝ ડેટ હજી સુધી નથી આવી. આ ફિલ્મમાં એને સિંગલ ફાધર તરીકે રોલ કર્યો છે, જે પોતાની દીકરીની સંભાળ રાખવાની સાથે એનાં સપનાં સાકાર કરતો પણ જોવા મળશે. પ્રેમાળ પિતા તરીકે અભિષેકને નાના પડદે જોવાની મજા આવશે. આશા રાખીએ કે એની આ ફિલ્મ અને રીઅલ લાઇફ બંને સફળ થાય. એશ અને અભિષેકની વચ્ચે જે સમસ્યાઓ છે તે ઉકેલાઇ જાય, કેમ કે આ સ્ટાર કપલને છૂટું પડતું જોવું કોઇને નહીં જ ગમે. અલબત્ત, અભિષેકે હમણાં જ પોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અમે અલગ નથી થયાં, અમે સાથે જ છીએ એટલે આ અફવાઓ ફેલાવનાર નિરાશ થશે, પણ એ બંનેના વર્તન ઉપરથી એવું લાગતું નથી.

ADVERTISEMENT
ADVERTISEMENT