આપણી ત્યાં દરેક તહેવારમાં વિવિધ પ્રકારની મિઠાઈઓ બનાવવામાં આવે છે. મિઠાઈ દરેક વ્યક્તિની મનપસંદ હોય છે. મોહનથાળ (Mohanthal) પણ ખૂબ જ સ્વાદિષ્ઠ મિઠાઈ છે. હવે તહેવારોની સિઝનમાં મિઠાઈની ડિમાન્ડ ઘણી વધી જશે. ત્યારે જો તમે ઘરે જ મિઠાઈ બનાવવા માંગો છો તો આજે અમે તમને ઘરે જ મોહનથાળ બનાવવાની સરળ રેસીપી જણાવવા જઈ રહ્યા છે.
મોહનથાળ બનાવવા માટેની સામગ્રી
- 2 કપ ચણાનો લોટ
- 3 કપ દૂધ
- 1/2 કપ ઘી
- 1/4 ચમચી એલચી પાવડર
- 1 કપ ખાંડ
- કેસરના થોડાક દોરા
- બદામ, કાજુ (ગાર્નિશિંગ માટે)
મોહનથાળ બનાવવાની રીત
- સૌ પ્રથમ એક તપેલીમાં ચણાનો લોટ નાખીને સતત હલાવતા રહીને તેને ધીમી આંચ પર શેકી લો.
- ચણાના લોટનો રંગ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.
- હવે એક અલગ વાસણમાં દૂધ નાખી ગરમ કરો.
- દૂધ ઉકળવા લાગે ત્યારે તેમાં ખાંડ નાખીને ઓગાળીને ઉકળવા દો.
- દૂધ ઉકળે એટલે તેમાં શેકેલા ચણાનો લોટ ધીમે ધીમે ઉમેરતા રહો.
- આ દરમિયાન દૂધને સતત હલાવતા રહો.
- ચણાના લોટ-દૂધને હલાવતી વખતે ધ્યાન રાખો કે ગઠ્ઠો ન બને.
- મિશ્રણને સતત હલાવતા રહીને રાંધો.
- જ્યાં સુધી તે ઘટ્ટ ન થાય અને તપેલીમાંથી બહાર નીકળવાનું શરૂ ન કરે.
- હવે ગેસ બંધ કરીને મિશ્રણમાં એલચી પાવડર અને કેસર ઉમેરો.
- આ પછી, મિશ્રણને ઠંડુ થવા દો.
- આ દરમિયાન દરેક થાળી અથવા પ્લેટ પર ઘી લગાવો.
- આ પછી તૈયાર મિશ્રણને પ્લેટમાં મૂકીને તેને બધી બાજુએ સમાન પ્રમાણમાં ફેલાવો.
- આ પછી મિશ્રણને ઠંડુ થવા માટે છોડી દો.
- મિશ્રણ 1 કલાકમાં સેટ થઈ જશે.
- આ પછી તેને ચાકુની મદદથી મનપસંદ આકારમાં કાપો.
- પછી મોહનથાળને બદામ અને કાજુથી સજાવો.