જુનિયર એનટીઆરની ફિલ્મે પહેલા દિવસે કરી બમ્પર કમાણી જુનિયર એનટીઆરના ફેન્સ ફિલ્મ દેવરાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા અને લોકોમાં ફિલનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. દરમિયાન, ‘દેવરા પાર્ટ 1’ની રિલીઝના પ્રથમ દિવસના કમાણીના આંકડા પણ સામે આવી ગયા છે.
જુનિયર એનટીઆર, સૈફ અલી ખાન અને જાન્હવી કપૂર સ્ટારર ફિલ્મ દેવરા પાર્ટ 1 શુક્રવારે, 27 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ છે.
દેવરા આ વર્ષની મોસ્ટ અવેટેડ એક્શન થ્રિલર ફિલ્મોમાંની એક રહી છે અને ફિલ્મ રિલીઝ થયા બાદ તેને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જોકે, ફિલ્મે પહેલા દિવસે ધમાકેદાર કમાણી કરી છે.
જુનિયર એનટીઆરના ફેન્સ તેમના સુપરસ્ટારની ફિલ્મની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં લોકોમાં તેનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. લોકો સિનેમા હોલમાં ફૂલોની વર્ષા કરી રહ્યા છે અને ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યા છે. દરમિયાન, ‘દેવરા પાર્ટ 1’ની રિલીઝના પ્રથમ દિવસના કમાણીના આંકડા પણ આવી ગયા છે.
રિપોર્ટ અનુસાર, ફિલ્મે તેલુગુમાં 68.6 કરોડ, હિન્દીમાં 7 કરોડ, તમિલમાં 0.8 કરોડ, કન્નડમાં 0.3 કરોડ અને મલયાલમમાં 0.3 કરોડનું કલેક્શન કર્યું હતું, એટલે કે કમાણી કુલ 77 કરોડ પર પહોંચી ગઈ છે. જો વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે તે 125 કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે. જો કે સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.
આ ફિલ્મે રણબીર કપૂરના એનિમલ (116 કરોડ વર્લ્ડવાઈડ કલેક્શન) અને શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ (વર્લ્ડવાઈડ કલેક્શન 106 કરોડ)ને પાછળ છોડી દીધા છે. જો કે, જુનિયર એનટીઆરની દેવરા કલ્કિ 2898 એડીને પાછળ છોડવામાં ફેલ રહી જેને વર્લ્ડવાઈડ ઓપનિંગ પર રૂ. 177 કરોડ એકત્ર કર્યા હતા અને આરઆરઆર ફિલ્મે રૂ. 223 કરોડની કમાણી કરી હતી.
દેવરામાં જુનિયર એનટીઆરએ ફિલ્મમાં ડબલ રોલ કર્યો છે. આ ફિલ્મ જુનિયર એનટીઆરની છ વર્ષમાં પ્રથમ સોલો રીલીઝ છે અને આરઆરઆર પછી તેની પ્રથમ રીલીઝ છે. આ ફિલ્મમાં જાન્હવી કપૂર, સૈફ અલી ખાન સાથે અન્ય કલાકારો જેમ કે રામ્યા કૃષ્ણ, પ્રકાશ રાજ, શ્રીકાંત, શ્રુતિ મરાટ્ટે, નારાયણ, શાઈન ટોમ ચાકો, કલૈયારાસન, અભિમાયુ સિંહ પણ છે.