કરણ જોહરે ફિલ્મ જોવાનો અધધ… ખર્ચ ગણાવી દેતાં મલ્ટિપ્લેક્સ એસો. નારાજ

ધ મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ ફિલ્મ મેકર કરણ જોહરના નિવેદન પર જવાબ આપ્યો છે. કરણે દાવો કર્યો હતો કે, જો એક પરિવાર ફિલ્મ જોવા જાય તો મલ્ટિપ્લેક્સમાં મોંઘી દાટ ટિકિટો અને ખાણી પીણીના ઊંચા દામને કારણે લભગ એક ફિલ્મ પાછળ દસ હજાર જેટલ ખર્ચ થઈ જતો હોય છે. ત્યારે મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ નિવેદન જાહેર કર્યું છે કે, જો ચાર સભ્યોનો એક પરિવાર મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવા જાય તો તેનો ખર્ચ કરણ જોહર સૂચવે છે, તેના દસમા ભાગનો જ હોઈ શકે છે.

કરણ જોહર તાજેતરમાં એક રાઉન્ટ ટેબલ ડિસ્કશનમાં હાજર રહ્યો હતો. ત્યાં તેણે કહ્યું કે એક પરિવારના બધાં જ સભ્યો એક સાથે લગભગ વર્ષમાં બે વખત ફિલ્મ જોવા જતાં હોય છે. તો એક પરિવાર આકસાથે ફિલ્મ જોવા જાય તો તેનો ખર્ચ લગભગ દસ હજાર જેટલો થઈ જાય છે.

કરણ જોહરે એવું પણ કહેલું કે, આ કારણોસર ઘણા પરિવારોએ ફિલ્મ જોવા જવાનું બંધ કરી દીધું છે, આ વર્ગનો ફિલ્મની આવકમાં સિંહફાળો હતો.

મલ્ટિપ્લેક્સ એસોસિએશનના મતે મલ્ટિપ્લેક્સમાં 2023માં નક્કી થયેલી કિંમતો મુજબ સરેરાશ 130 રૂપિયાની ટિકિટ હોય છે. જ્યારે દેશની સૌથી મોટી મલ્ટિપ્લેક્સ ચેઇન પીવીઆર આઈનોક્સમાં વધુમાં વધુ ટિકિટ 258 રૂપિયા નોંધાઈ છે તેમજ નાણાકીય વર્ષ 23-24માં ખાણીપીણી પર સરેરાશ ખર્ચ132 થાય છે.

એસોસિએશનના પ્રમુખ કમલ જ્ઞાનચંદાનીએ કહ્યું,’આ રીતે ગણીએ તો એક પરિવારના ચાર સભ્યોનો ખર્ચ લગભગ 1560 થાય છે, જે કરણ જોહરે આપેલા 10000નાં આંકડા કરતાં ઘણો અલગ આંકડો છે.’

આ નિવેદનમાં એવું પણ કહેવાયું હતું કે શહેર, સામાન્ય દિવસ કે વીકેન્ડ કે સીટના પ્રકાર કે ફિલ્મ અને સિનેમાના પ્રકાર મુજબ ટિકિટનો ભાવ વધારે કે ઓછો હોઈ શકે છે. તેમજ આજકાલ લોકો ડિજીટલી ટિકિટ બૂક કરતાં થયાં છે. ત્યારે ઓડિયન્સની ડિમાન્ડ વધારવા માટે તહેવાર હોય કે સામાન્ય દિવસો, ઘણા પ્રકારના ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવતા હોય છે. તેથી વધુ સસ્તી ટિકિટો ખરીદાતી હોય છે.

આ સંદર્ભે નિવેદનમાં કહેવાયું, ‘આ પ્રકારના ડિસ્કાઉન્ટને કારણે ટિકિટની કિંમત ઘટી જતી હોય છે, તેથી એક પરિવારના સરેરાશ ખર્ચમાં 50ટકા જેટલો ફરક પડી જતો હોય છે. તેથી પરિવારોને અને ફિલ્મ જોવા જવા માગતા લોકોને ફિલ્મો જોવી મોંઘી પડતી નથી. ઓનલાઇન ટિકિટ ખરીદો કે સિનેમા પર આવીને ખરીદો તો પણ દદરેક જગ્યાએ ટિકિટની વિગતવાર માહિતી પારદર્શી રીતે બતાવવામાં આવે છે.’