ઘણી વખત એવું સાંભળવા મળે છે કે કોઈ અભિનેતા કે અભિનેત્રીને ફિલ્મોમાંથી હટાવી દેવામાં આવ્યા છે. પછી તેની જગ્યાએ બીજું કોઈ આવ્યું. ઘણા મોટા કલાકારો અને અભિનેત્રીઓ સાથે પણ આવું બન્યું છે. ઘણીવાર ફિલ્મોમાં મેકર્સ અન્ય સ્ટાર્સને કાસ્ટ કરવાનું પસંદ કરે છે પરંતુ પાછળથી કોઈને કોઈ કારણસર તેમને બીજા સ્ટારને કાસ્ટ કરવા પડે છે.
આવું જ ઘણા સ્ટાર્સ સાથે થયું છે.
અભિનેત્રી કરીના કપૂરને ઋત્વિક રોશન સાથે ફિલ્મ કહો ના પ્યારથી લૉન્ચ કરવામાં આવનાર હતી, પરંતુ એવું ના થયું અને કરીનાના સ્થાને અમિષા પટેલ લેવામાં આવી હતી.
અભિનેત્રી શ્રદ્ધા કપૂરને સાઇના નેહવાલની બાયૉપિકમાંથી હટાવી દેવામાં આવી હતી. તેની જગ્યાએ પરિણીતી ચોપડાએ ફિલ્મ પૂરી કરી હતી.
સલમાન ખાનના કારણે અભિનેત્રી ઐશ્વર્યા રાયને નિર્માતા શાહરૂખ ખાને ફિલ્મ ચલતે ચલતેમાંથી હટાવી દીધી હતી. વીર-ઝારા ફિલ્મમાં ઐશ્વર્યાને પ્રીતિને રિપ્લેસ કરવામાં આવી હતી.
અભિનેતા સોનુ સૂદે કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકા સાઈન કરી હતી, પરંતુ કેટલાક મતભેદો હતા અને સોનુની જગ્યાએ મોહમ્મદ ઝીશાન અય્યુબે કામ કર્યું હતું.
તારા શર્માએ પણ સાયા ફિલ્મમાં કેટરિના કૈફની જગ્યા લીધી હતી. કેટરીના તે ફિલ્મમાં ફિટ બેસી ગઇ હતી પરંતુ કેટલાક મતભેદોને કારણે કેટરીનાએ ફિલ્મ છોડી દીધી હતી.
દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતને ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. તેણે આ ફિલ્મ સાઈન પણ કરી હતી પરંતુ બાદમાં તેનું સ્થાન અર્જૂન કપૂરે લીધું હતું.
કરીના કપૂર અને એશા દેઓલે પણ ઘણી ફિલ્મોમાં અમિષા પટેલની જગ્યા લીધી છે. અમિષાના હાથમાંથી ઘણી મોટી ફિલ્મો નીકળી છે.