શનિવારના રોજ રાત્રે હિન્દી સિનેમાની સૌથી મોટી એવોર્ડ નાઇટ હતી. અબુ ધાબીમાં આઇફા 2024 એવોર્ડ ફંક્શન આયોજિત થયું હતું. આ એવોર્ડ ફંક્શનમાં ગયા વર્ષે રિલીઝ થયેલી બોલિવૂડની બેસ્ટ ફિલ્મોનો સમ્માનિત કરવામાં આવી. શાહરુખ ખાનથી લઈને રાની મુખર્જીએ શાનદાર અભિનય માટે એવોર્ડ જીત્યો. આ સાથે શાહિદ કપૂર, અનન્યા પાંડે, કૃતિ સેનન, કરણ જોહર, ઐશ્વર્યા રાય સહિત અનેક સિતારાઓએ આ ફંક્શનમાં હાજરી આપી હતી.
ગયા વર્ષે શાહરુખ ખાનની ત્રણ મુવી રિલીઝ થઈ હતી. આમાં એક્ટરની શાનદાર એક્ટિંગ જોવા મળી હતી. રિલીઝ થયેલી ફિલ્મ ‘જવાન’ માટે શાહરુખ ખાનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે રાની મુખર્જીને કમબેક ફિલ્મ ‘મિસેજ ચેટર્જી વર્સેસ નોર્વે’ માટે બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ મળ્યો. આ ફિલ્મ સફળ રહી હતી. આમ, રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ને 5 એવોર્ડ મળ્યા હતા.
લિસ્ટ
બેસ્ટ એક્ટર- રાની મુખર્જી (‘મિસેજ ચેટર્જી વર્સેસ નોર્વે’)
બેસ્ટ એક્ટર- શાહરુખ ખાન (‘જવાન’)
બેસ્ટ ડાયરેક્ટર- વિધુ વિનોદ ચોપરા
બેસ્ટ ફિલ્મ- ‘એનિમલ’
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ- શબાના આઝમી
બેસ્ટ પરફોર્મન્સ ઇન નેગેટિવ રોલ- બોબી દેઓલ
બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શન- પ્રીતમ, વિશાલ મિશ્રા, માનવ ભારદ્વાજ, શ્રેયસ પુરાણિક, જાની, ભૂપિન્દર બબ્બલ, અશીમ કેમસન, હર્ષવર્ધન રામેશ્વર
બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ)- ભૂપિન્દર બબ્બલ, અર્જન વેલ્લે
બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ)- શિલ્પા રાવ
સ્પેશિયલ એવોર્ડ્સ
ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ ઉપલબ્ધિ- હેમા માલિની
ડેબ્યુટંટ ઓફ ધ ઇયર- અલિજેહ અગ્નિહોત્રી
સર્વશ્રેષ્ઠ કહાની- ઇશિતા મોઇત્રા, શશાંક ખેતન, સુમિત રોય
સર્વશ્રેષ્ઠ ગીત- સિદ્ધાર્થ સિંહ અને ગરિમા વહલ
સિનેમામાં 25 વર્ષ પૂરા કરવાની ઉપલબ્ધિ- કરણ જોહર
બોલિવૂડ સિતારાઓએ એમના શાનદાર પરફોર્મન્સથી આ એવોર્ડ્સને યાદગાર બનાવ્યા. શાહિદ કપૂર, કૃતિ સેનન અને વિક્કી કૌશલે સ્ટેજ પર જોરદાર પરફોર્મ કર્યું. શાહિદ કપૂરનો પ્રભુ દેવા અને કૃતિ સેનન સાથે ડાન્સ જોઈને દર્શકો ઉત્સાહથી ઝૂમી ઉઠ્યા હતા.
આ એવોર્ડમાં શાહરુખ ખાને એના આગવા લુકથી લોકોને ઇમ્પ્રેસ કરી દીધા હતા. એવોર્ડ ફંક્શનમાં શાહરુખ ખાન સુપર હેન્ડસમ હીરો લાગી રહ્યો હતો. અહેવાલ અનુસાર, એરપોર્ટ પર શાહરુખ ખાનને જોવા માટે ભારે ભીડ જામી ગઈ હતી.