જ્યારથી વિકી કૌશલ, રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ ‘છાવા’નું ટીઝર રિલીઝ થયું છે ત્યારથી લોકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મનું ઓફિશિયલ ટીઝર 19 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. ‘છાવા’ના લેટેસ્ટ અપડેટ બાદ લોકોનો ઉત્સાહ વધુ વધ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ‘છાવા’માં એક ભવ્ય ગીત રાખવામાં આવ્યું છે, જેનું શૂટિંગ થઈ ગયું છે, જેમાં 700 ડાન્સર્સે ભાગ લીધો હતો.
છત્રપતિ સંભાજી મહારાજ 17મી સદીના મરાઠા યોદ્ધા હતા. આ ફિલ્મ સંભાજી અને મુગલ બાદશાહ ઔરંગઝેબ વચ્ચેની વાર્તા પર આધારિત છે. ‘છાવા’માં રશ્મિકા મંદન્ના સંભાજી મહારાજની પત્ની ‘યેસુબાઈ’નું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન લક્ષ્મણ ઉતેકર કરી રહ્યા છે, આ ફિલ્મ તેમની પ્રથમ ઐતિહાસિક ડ્રામા છે જે મરાઠા રાજા સંભાજી મહારાજ પર આધારિત છે. ટીઝરમાં વિકી કૌશલના લુક અને સેટની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
‘છાવા’ની વાર્તાનો સૌથી મહત્વનો ભાગ 1861ના વર્ષનો છે, જ્યારે સંભાજી મહારાજનો રાજ્યાભિષેક થયો હતો. આ દ્રશ્યને ભવ્ય બનાવવા માટે, નિર્માતાઓએ આ ઇવેન્ટને એક અલગ સ્તર પર લઈ જવાનો ર્નિણય કર્યો. રિપોર્ટમાં જણાવવામાં આવી રહ્યું છે કે આ વર્ષે મે મહિનામાં સેરેમનીના આ સીન માટે એક ગીત તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં વિકી કૌશલ, રશ્મિકા મંદન્ના સાથે લગભગ 700 ડાન્સર્સ સામેલ છે. સૂત્રના જણાવ્યા અનુસાર આ ગીત માટે ફિલ્મ સિટીમાં રાયગઢ કિલ્લા જેવો ભવ્ય સેટ તૈયાર કરવામાં આવ્યો હતો. સેટનું નિર્માણ ડિઝાઇનર સુબ્રત ચક્રવર્તી અને અમિત રે દ્વારા કરવામાં આવ્યું હતું. નિર્દેશક આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત બનાવવા માંગે છે. આ ગીત વિશે વાત કરતા, સ્ત્રોતે ખુલાસો કર્યો કે રાજ્યાભિષેક 16 જાન્યુઆરી, 1861 ના રોજ રાયગઢમાં થયો હતો, જેના વિશે લંડનના એક અખબારમાં એક લેખ પ્રકાશિત થયો હતો. આખી ઘટનાની વિગતો લેખમાં આપવામાં આવી હતી, જેણે શૂટિંગમાં ઘણી મદદ કરી. આ ગીત એઆર રહેમાને કમ્પોઝ કર્યું છે, તેણે સેટ પર 4 દિવસમાં શૂટિંગ પૂરું કર્યું. ફિલ્મના નિર્દેશક પણ ફિલ્મના દરેક પાત્રના લુક પર સખત મહેનત કરી રહ્યા છે. તેણે માત્ર પાત્રના દેખાવ વિશે માહિતી એકત્રિત કરવા માટે 1 વર્ષ વિતાવ્યું.