બોલિવૂડ એક્ટર રણબીર કપૂરે હાલમાં જ પોતાનો 42મો જન્મદિવસ ઉજવ્યો હતો. રણબીરના જન્મદિવસના અવસર પર તેની માતાએ એક જાહેરાત કરીને ફેન્સને ચોંકાવી દીધા છે. એક્ટિંગ સિવાય રણબીર કપૂર બિઝનેસમેન પણ બનવા જઈ રહ્યો છે. રણબીર કપૂરે તેનો ડ્રીમ બિઝનેસ શરૂ કર્યો છે. રણબીર કપૂરે પોતાની લાઈફસ્ટાઈલ બ્રાન્ડ લોન્ચ કરીને બિઝનેસની દુનિયામાં પ્રવેશ કર્યો છે.
રણબીરે નિખિલ કામથના પોડકાસ્ટ પર શેર કર્યું હતું કે, તે ટૂંક સમયમાં તેની લાઈફસ્ટાઈલ બ્રાન્ડ લોન્ચ કરશે અને ફેન્સને આખરે તેની બ્રાન્ડ માટે રણબીરના વિઝનની ઝલક મળી છે. માતા નીતુ કપૂરે તેનો બ્રાન્ડ વીડિયો શેર કરીને અભિનેતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. આ બ્રાન્ડનું નામ ARKS હશે. રણબીર કપૂર એક્ટર હોવા ઉપરાંત પોતાની બ્રાન્ડનો ફાઉન્ડર પણ બની ગયો છે.
નીતુ કપૂર દ્વારા શેર કરવામાં આવેલા રણબીરની બ્રાન્ડના વીડિયોમાં અભિનેતા પ્લેન ગ્રે શર્ટ અને ડેનિમ જીન્સમાં ઘાસ પર સૂઈ રહ્યો છે અને પછી તેની આંગળીથી એઆર બનાવે છે. ત્યારથી ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. આ વીડિયોના કેપ્શનમાં નીતુ કપૂરે લખ્યું- એક દીકરો, ભાઈ, પતિ, પિતા અને હવે ફાઉન્ડર છે. હેપ્પી બર્થ ડે રણબીર કપૂર. મારા આશીર્વાદ તારી સાથે છે.’