ADVERTISEMENT
ADVERTISEMENT

આલિયા ભટ્ટે રણબીરનાં બર્થડે પર શેર કરી મસ્ત પોસ્ટ, રાહાએ લૂંટી લાઈમલાઈટ, જુઓ અંદરની તસવીર

રણબીર કપૂર આજે 42મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે. એક્ટરને બર્થડેનાં દિવસે સેલેબ્સથી લઇને અનેક લોકો બર્થડે વિશ કરી રહ્યાં છે. હસબન્ડ રણબીરનાં બર્થડે પર આલિયા ભટ્ટે એક મસ્ત પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટે ફેન્સનું દિલ જીતી લીધું છે. આલિયાએ કેટલીક તસવીરો શેર કરી છે જેમાં રાહાએ લાઈમલાઈટ લૂંટી લીધી છે.

અભિનેત્રીએ પતિનાં બર્થડે મસ્ત ફેમિલી ફોટો શેર કર્યો છે જેમાં રણબીર-આલિયાની સાથે એની દીકરી રાહા પણ જોવા મળી રહી છે.

આલિયાએ ખાસ અંદાજમાં બર્થડે વિશ કરી

આલિયા ભટ્ટે પોસ્ટ કરીને રણબીર કપૂરને ‘હેપ્પી બર્થડે બેબી’ કહીને વિશ કર્યું છે. પોસ્ટ શેર કરતાં આલિયાએ કેપ્શનમાં લખ્યું કે, ‘ક્યારેક-ક્યારેક તમને બસ એક મસ્ત હગની જરૂર હોય છે…અને આપણી જિંદગીમાં કંઈક આવું જ મહેસૂસ કરાવે છે.’ આ પોસ્ટ પર નીતુ કપૂર, સ્મૃતિ ખન્ના અને ગુનીત મોંગાએ પ્રેમ વરસાવ્યો છે. આ સાથે બધાની નજર પહેલી તસવીર પર ટકી ગઈ છે. આ ફોટામાં રણબીર અને આલિયા ઝાડને ગળે મળીને ઉભા છે અને રાહા પણ મમ્મી-પપ્પાની જેમ ઉભી છે. આ તસવીર લોકોને ખૂબ ગમી રહી છે. આ તસવીરમાં રાહા સુપર ક્યૂટ જોવા મળી રહી છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

નીતુ કપૂર અને રિદ્ધિમાએ રણબીરને બર્થડે વિશ કરી
આલિયાએ આ પોસ્ટ એની સાસુ નીતુ કપૂર, માતા સોની રાજદાનને પણ પ્રતિક્રિયા આપી છે. આ સિવાય નીતુ કપૂર અને રિદ્ધિમા કપૂર સાહનીએ પણ સોશિયલ મીડિયામાં રણબીરને બર્થડે વિશ કરી છે. નીતુ અને રિદ્ધિમાએ રણબીર માટે પ્રેમભરી પોસ્ટ શેર કરી છે.

વર્ષ 2022માં લગ્ન કર્યાં
રણબીરે વર્ષ 2022માં બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યાં અને એ વર્ષે દીકરી રાહાનું આ દુનિયામાં સ્વાગત કર્યું.

ADVERTISEMENT
ADVERTISEMENT