ADVERTISEMENT
ADVERTISEMENT

ઉત્તર પ્રદેશ આધારિત ફિલ્મ ‘સંતોષ’ની ઓસ્કારમાં એન્ટ્રી

લંડનના ફિલ્મ મેકર સંધ્યા સૂરીએ ઉત્તર પ્રદેશ આધારિત પોલિસ થ્રિલર ફિલ્મ ‘સંતોષ’ની બ્રિટન તરફથી ઓસ્કારમાં ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. આ એન્ટ્રી ઇન્ટરનેશનલ ફીચર કેચેગરી માટે છે. આ ફિલ્મનું 77મા કેન્સ ફેસ્ટિવલમાં પ્રીમિયર પણ યોજાયું હતું. તેમાં કેટલાંક ડાયલોગ્ઝ પણ હિન્દીમાં છે અને તાજેતરમાં જ વિધવા થયેલી એક મધ્યમવર્ગની ગૃહિણી, જેને પોતાના પતિની પોલીસની નોકરી લેવી હોય છે, તેની વાર્તા પર આધારિત છે.

તેનું નામ એક યુવાન છોકરીની હત્યામાં કોઈ રીતે સંડોવાય છે અને પછી તેના જીવનમાં એક પછી એક પડકારો આવ્યા કરે છે. બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સ(બાફ્ટા) દ્વારા આ અંગે ઓફિશિયલ એન્ટ્રી તરીકેની જાહેરાત કરવામાં આવી હતી. ‘સંતોષ’માં આ ઉપરાંત એક મહિલા પોલિસ અધિકારીના પડકારો, જે અધિકારીનો રોલ શહાના ગોસ્વામી કરી રહી છે, તેની મૂલ્ય નિષ્ઠા સામે ઉઠતા પ્રશ્નો, જ્ઞાતિ અને જાતિ તેમજ સહિશ્ણુતા જેવા મુદ્દાઓ પણ આવરી લેવામાં આવ્યા છે.

સંધ્યા સુરીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું,’હું એવી નથી માનતી કે મારે કોઈને કંઇ શીખવવા માટે ફિલ્મ બનાવવી જોઈએ. હું કોઈ ચોક્કસ ઝુંબેશ કે મુદ્દા ઉઠાવવા માટે ફિલ્મ બનાવતી નથી. મને સ્થિતિ અને તેનો પ્રકાર ફિલ્મ બનાવવા પ્રેરે છે.’

આગળ તેણે જણાવ્યું હતું,’આ એક એવા સ્થળની વાત છે, જ્યાં આ મુદ્દાઓ અને સ્થિતિ તેમના ડીએનએ સાથે જ વણાયેલી છે. તેમની હવામાં જ આ પ્રકારની માનસિકતા, જાતિવાદ અને ધાર્મિક અસિષ્ણુતા છે. હું કોઈ સંદેશ આપવાને બદલે માત્ર એક નિરીક્ષણ લોકો સમક્ષ મુકી રહી. સંતોષ જેવું કોઈ, જે એક ગૃહિણી છે, આ પ્રકારની જગ્યા પર, તે બધું કઈ રીતે પાર પાડે છે.’

ADVERTISEMENT
ADVERTISEMENT

સંધ્યા સુરીનો ઉછેર નોર્થ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં આવેલા ડાર્લિંગટનમાં થયો છે. તેના પિતાના દેશ ભારત સાથે તેને હંમેશા આકર્ષણ રહ્યું છે. આ ફિલ્મ લંડન ફિલ્મ ફેસ્ટિવલ સાથે યૂકેના થિએટરમાં પણ રિલીઝ થઈ ચૂકી છે અને હવે તે ભારતમાં પણ રિલીઝ કરવા વિચારે છે.

ADVERTISEMENT
ADVERTISEMENT