બોલિવૂડ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે હાલમાં જ નવા મહેમાનનું આગમન થયું છે. તેઓ એક નાની પરીના મા – બાપ બન્યા છે. રણવીર સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પિતા બન્યા બાદ રણવીર સિંહ ખૂબ જ ખુશ લાગી રહ્યા છે.
બાપ બન ગયા રે… રણવીર સિંહે વ્યક્ત કરી પિતા બન્યાની ખુશી
રણવીર યુનાઈટેડ ઈન ટ્રાયમ્ફ કાર્યક્રમમાં નજરે પડ્યા હતા.
જ્યાં તેમણે પાપારાઝીઓ સાથે વાત કરી હતી. અને પોતાની પિતા બન્યાની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે પાપારાઝીઓ સાથે જઈને હાથ મિલાવ્યો અને કહ્યું કે બાપ બન ગયા રે… રણવીર સિંહનો આ વીડિયો વાયરલ થતાં ફેન્સે આ પોસ્ટ પર કમેન્ટ કરતાં તેમને પિતા બનવા પર અભિનંદન આપ્યા હતા તો તેમના લુક્સની પણ પ્રશંસા કરી હતી.