ગરબા ક્વિન કિંજલ દવે આ વર્ષે સુરતમાં મચાવશે ગરબાની રમઝટ, જાણો ગરબાના પાસથી લઈને ક્યાં યોજાશે નવરાત્રિ

ગરબા ક્વીન કિંજલ દવે 1 ઓક્ટોબરે અમદાવાદમાં ગરબાની ધૂમ મચાવશે. જ્યારે સુરતમાં યોજાનાર યશ્વી નવરાત્રિમાં નવરાત્રિના દસે દસ કિંજલ દવે ગરબાની રમઝટ બોલાવશે.

કિંજલ 1 ઓક્ટોબરે અમદાવાદમાં કરશે પ્રિ નવરાત્રિ

1 ઓક્ટોબરે અમદાવાદમાં R M ફાર્મ એસજી હાઈવે ખાતે કિંજલ દવે પ્રિ નવરાત્રિમાં ખેલૈયાઓને મોજ કરાવશે.

જો તમે આ ગરબામાં ભાગ લેવા માંગો છો તો બુક માય શોમાં જઈને વહેલા તે પહેલાના ધોરણે ગરબાના પાસ મેળવી શકો છો.

3 થી 12 ઓક્ટોબર સુધી યશ્વી નવરાત્રિમાં કિંજલ દવેના ગરબા

કિંજલ દવે આ વર્ષે સુરતીલાલાઓને ગરબાની મોજ કરાવવા યશવી નવરાત્રિમાં આવી રહી છે. 3 ઓક્ટોબરથી લઈને 12 ઓક્ટોબર સુધી ખૈલેયાના કિંજલ દવેના ગરબાની તાલે નવરાત્રિ રમી શકશે. સુરતના પાલ ગૌરવ પાથ વિસ્તારમાં આવેલ મોનાર્ક સર્કલ પાસે યશવી નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. જો તમે સુરતમાં યશ્વી નવરાત્રિમાં ભાગ લેવા માંગો છો. બુક માય શોમાં જઈને ગરબાના પાસ મેળવી શકો છો.