શું ખતરો કે ખિલાડી શો સ્ક્રિપ્ટેડ છે ? જાણો વિજેતા કરણવીર મેહરાએ શું કહ્યું ?

ખતરો કે ખિલાડી 14 ને તેનો વિજેતા મળી ગયો છે. કરણવીર મેહરાએ તમામ સ્પર્ધકોને પછાડીને આ સિઝનની ટ્રોફી જીતી લીધી છે. આ ટ્રોફીની સાથે તેમને એક લક્ઝરી કાર અને લાખો રુપિયાની રકમ મળી.

ગશ્મીર મહાજની અને શાલિન ભનોટ અને કૃષ્ણા શ્રોફ જેવા શ્રેષ્ઠ ખેલાડીઓને પાછળ છોડીને કરણવીર મેહરાએ ટ્રોફી પોતાના નામે કરી હતી.

પોતાની સફર અને શોમાં થયેલા ઝગડાને લઈને તેમણે દૈનિક જાગરણ સાથે વાતચીત કરી હતી.

તમે એક સ્ટ્રોંગ ખેલાડી હતા, તમે બધાને પાછળ રાખી વિનર બન્યા છો, કેવું લાગી રહ્યું છે ?

મને ખૂબ ખુશી થઈ રહી છે. કેમ કે આ વખતે જે સ્પર્ધકો હતા, એમાં બધાને ટ્રોફી જોઈતી હતી. કોઈને એવું ન હતું કે હું ટાઈમપાસ માટે આવ્યો છું. ટ્રોફી કોઈની પણ સાથે જઈ શકતી હતી, પણ કહેવત છે ને કે ખુદા મહેરબાન તો ગધા પહેલવાન.

આ વખતે શોમાં ઘણા ટ્વીસ્ટ અને ટર્ન હતા, તમારી સફર કેવી રહી ?

શરુઆતમાં પાર્ટનર સ્ટંટ થયા, પહેલા હું અને શિલ્પા જીત્યા. ત્યારબાદ અમે હારતા ગયા. પરંતુ એલિમિનેશન સ્ટંન્ટમાં કંઈક સારું થયું અને હું જીતી ગયો.

શૂટિંગ દરમિયાન તમારો સૌથી વધારે ઝગડો કોની સાથે થયો ?

મેં શોમાં સૌની મજાક કરી છે. કોઈને પણ નથી છોડ્યા. હું ઉંમરમાં પણ તમામ કરતાં મોટો હતો. તો સૌ પ્રેમ અને ઈજ્જતથી વાત કરતાં હતા. શાલીન સૌથી વધારે મારો ફેવરિટ હતો. એક કલાકના એપિસોડમાં તે દોઢ કલાકની ફુટેજ આપતો હતો. તેના પર અલગથી ખતરો કે ખિલાડી શાલિન બની શકે છે.

શું તમને રોહિત શેટ્ટીથી ડર લાગતો હતો ?

જ્યારે હું શોમાં ગયો ત્યારે મને ખૂબ ડરાવવામાં આવ્યો કે જેઓ ખૂબ સ્ટ્રિક્ટ છે. એટલે હું ચૂપ રહેતો હતો. પરંતુ તેઓ ખૂબ સ્વીટ છે. તેઓ ખૂબ સારા માણસ છે. જો તેમની સાથે આગળ કામ કરવાનો મોકો મળે તો હું મને નસીબદાર સમજીશ.

શું તમે હવે બિગ બોસમાં જઈ રહ્યા છો ?

દર વર્ષ મારું નામ આવે છે. જો કે અત્યાર સુધી મારો કોઈ પ્લાન નથી. મને બિગ બોસથી વધારે ડર લાગે છે. હજી સુધી મેકર્સ સાથે કોઈ વાતચીત થઈ નથી. પરંતુ ખબર નથી કે ક્યારે જઉં..

શું ખતરો કે ખિલાડી સ્ક્રિપ્ટેડ છે ?

જે એવું કહે છે કે સ્ક્રિપ્ટેડ તેને બોલાવો. કેમકે હું એટલા કરંટ ખાઈને આવ્યો છું. શોમાં જે મજાક મસ્તી અને ઝગડો થાય છે તે જ સ્ક્રિપ્ટેડ હોય છે. અને તે પણ માત્ર આઈડિયા હોય છે. સ્ટંટ રિયલ હોય છે. કેટલાક લોકોને લાગે છે કે ખતરો કે ખિલાડી સ્ટુડિયોમાં શૂટ થાય છે પરંતુ 150 કરોડનો શો સ્ક્રિપ્ટેડ કેવી રીતે હોઈ શકે.