ADVERTISEMENT
ADVERTISEMENT

ગોવિંદાને ગોળી કેવી રીતે વાગી?, અભિનેતાની ઘટના પર આવી પહેલી પ્રતિક્રિયા

આજે મુંબઈમાં વહેલી સવારે બોલિવૂડ અભિનેતા ગોવિંદા સાથે એક ખરાબ ઘટના બની હતી. જેમાં તેમને પગમા ગોળી વાગી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ગોવિંદા હાલમાં ક્રિટિકેર હોસ્પિટલમાં દાખલ છે અને તેની સારવાર ચાલી રહી છે. આ ઘટના બાદ ગોવિંદાના ચાહકો ચિંતિત છે. ત્યારે ગોવિંદાએ ખુદ તેના ચાહકોને પોતાની હેલ્થને લઈ અપડેટ આપી છે.

આ ઉપરાંત ઘટના અંગે પણ પ્રતિક્રિયા આપી છે.

ગોવિંદાએ હોસ્પિટલમાંથી આપ્યા હેલ્થના અપડેટ

ગોવિંદાને ગોળી વાગ્યા બાદ હોસ્પિટલ તરફથી એક ઓડિયો મેસેજ જાહેર કરીને તેની હેલ્થ વિશે અપડેટ આપવામાં આવી હતી. આ ઓડિયોમાં અભિનેતાએ કહ્યું છે કે, ‘હું હવે ખતરાની બહાર છું. ગોળી ભૂલથી વાગી હતી. બાબાના આશીર્વાદ મરી ઉપર છે. હું મારા ડૉક્ટરોનો અને મારા ચાહકોનો આભાર માનું છું. તમારા બધાના તેમજ માતા-પિતાના આશીર્વાદ અને બાબાની કૃપાથી જે ગોળી વાગી હતી તેને દૂર કરવામાં આવી છે. હું આપ સૌનો આભાર માનું છું.’

ગોવિંદાને ગોળી કેવી રીતે લાગી?

નોંધનીય છે કે, અભિનેતાને ગોળી લાગવાની ઘટના આજે વહેલી સવારે 4.45 વાગ્યાની આસપાસ બની હતી. ગોવિંદાના મેનેજર શશિ સિન્હાએ આ ઘટના વિશે માહિતી આપતા કહ્યું કે, ‘અભિનેતા કોલકાતા જવાનો પ્લાન બનાવી રહ્યા હતા. તેમની પત્ની સુનીતા પહેલાથી જ કોલકાતામાં હતા. પરંતુ ઘર છોડતા પહેલા તે પોતાની લાયસન્સ રિવોલ્વર સાફ કરતા હતા. ત્યારબાદ તેના હાથમાંથી બંદૂક નીચે પડી હતી. આ દરિયાન મિસફાયરને કારણે તેના પગમાં ગોળી વાગી હતી.’ ગોવિંદાના મેનેજરે એમ પણ જણાવ્યું છે કે, ‘ગોવિંદાને ગોળી વાગ્યા બાદ અભિનેતાએ પોતે મને ફોન કરીને ઘટનાની જાણકારી આપી હતી.’

ADVERTISEMENT
ADVERTISEMENT

કેવી છે ગોવિંદાની તબિયત?

ગોવિંદા હાલ ડોક્ટરોની દેખરેખમાં છે. રાહતની વાત એ છે કે અભિનેતાના પગમાંથી ગોળી કાઢી નાખવામાં આવી છે અને તે ખતરાની બહાર છે. તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. પુત્રી ટીના હાલમાં તેમની સાથે હોસ્પિટલમાં હાજર છે. જો કે, પ્રાપ્ત માહિતી અનુસાર, ગોવિંદાને હજુ બે દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવશે.

કાશ્મીરા શાહ ગોવિંદાને મળવા આવી હતી

આ ઘટના બાદ ગોવિંદાના તમામ સંબંધીઓ તેને મળવા હોસ્પિટલ પહોંચી રહ્યા છે. મળતી માહિતી મુજબ, કાશ્મીરા શાહ પોતાની વર્ષોની નારાજગીને ભૂલીને કાકા ગોવિંદાની તબિયત જાણવા હોસ્પિટલમાં મળવા પહોંચી હતી. જોકે, કૃષ્ણા અભિષેક હાલમાં વિદેશમાં છે, જેના કારણે તે હોસ્પિટલમાં પહોંચી શક્યો નથી.

ADVERTISEMENT
ADVERTISEMENT