ADVERTISEMENT
ADVERTISEMENT

બિગ બોસ 18ની સૌથી મોંઘી કન્ટેસ્ટન્ટ, નિયા શર્માને એક દિવસના મળશે રૂ. 5.40 લાખ !

ટેલિવિઝનનો લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ 18’ 6 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. શોમાં આવવા માટે ઘણા કન્ટેસ્ટન્ટના નામ સતત સામે આવી રહ્યા છે. આ સીઝનની પ્રથમ કન્ફર્મ કન્ટેસ્ટન્ટ નિયા શર્મા બનવા જઈ રહી છે, જે ‘સુહાગન ચૂડેલ’, ‘એક હજારોં મેં મેરી બેહના હૈ’ અને ‘નાગીન’ જેવા શોથી ફેમસ થઇ છે.

નિયા શર્મા આ સિઝનની સૌથી મોંઘી કન્ટેસ્ટન્ટ બનવા જઈ રહી છે.

નિયા શર્માને એક દિવસ માટે 5 લાખ 40 હજાર રૂપિયા ચૂકવવામાં આવશે. તે દર અઠવાડિયે 37 લાખ 80 હજાર રૂપિયા ચાર્જ કરશે.ખતરોં કે ખિલાડી 14′ ના ફાઈનલમાં રોહિત શેટ્ટીએ બિગ બોસમાં નિયાની એન્ટ્રી પર મોહર લગાવી હતી. તેણે સ્ટેજ પર જાહેરાત કરી હતી કે, આ સિઝનના અંતિમ સ્પર્ધકોમાંથી એક બિગ બોસમાં જવાની છે. નિયાનું નામ આગળ લઈ જઈને રોહિતે તેને અભિનંદન પાઠવ્યા. નિયા આ માટે સંમત થઈ અને શોમાં જવા માટે રાજી થઈ ગઈ. નિયા આ પહેલા પણ બિગ બોસ OTTનો ભાગ રહી ચુકી છે. તે એક ટાસ્કના સંબંધમાં થોડા કલાકો માટે શોમાં આવી હતી.

ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT