બોલિવૂડ એક્ટર ગોવિંદા મંગળવારે સવારે આકસ્મિકરૂપે ગોળીથી ઘાયલ થયાં હતાં. ગોવિંદાએ એક નિવેદન જારી કરીને તેનાં ચાહકોને જણાવ્યું કે ડોક્ટરોએ ગોળી કાઢી નાખી છે અને તે તેનાં ચાહકોના પ્રેમ અને ભગવાનના આશીર્વાદથી તે ઠીક છે.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અભિનેતાને મળવા હોસ્પિટલ પહોંચી હતી. આ દરમિયાન ટીમે ગોવિંદા પાસેથી ઘટના અંગે માહિતી લીધી હતી.
અહેવાલ છે કે પોલીસ ગોવિંદાના નિવેદનથી સંતુષ્ટ નથી અને પોલીસ ફરીથી ગોવિંદાનું નિવેદન લઈ શકે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પોલીસને શરૂઆતમાં કોઈ ગડબડ હોવાના પુરાવા મળ્યાં નથી. તેઓ ગોવિંદાના નિવેદનથી અસંમત છે અને ટૂંક સમયમાં ફરીથી તેમનું નિવેદન નોંધી શકે છે.
રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે ગોવિંદાની દીકરી ટીના આહુજાની પણ પોલીસે પૂછપરછ કરી છે. તેમનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. વધુ તપાસ હજુ ચાલુ છે.
ગોવિંદા વિરૂદ્ધ એવાં કોઈ પુરાવા મળ્યાં નથી જેનાં પછી તેને ખોટો કે જૂઠો જાહેર કરી શકાય. પોલીસ અધિકારીનું કહેવું છે કે જ્યારે રિવોલ્વર 0.32 બોરની હતી તો તેમાંથી નીકળેલી ગોળી 9 એમએમની કેવી રીતે હોઈ શકે. કારણ કે આ રિવોલ્વરમાં 9 એમએમની ગોળીઓ ફિટ જ થઈ શકતી નથી.
હવે પોલીસ અકસ્માત કે ઘટનાના એંગલથી તપાસ કરીને કેસની તપાસ કરશે. આટલું જ નહીં, પોલીસને એવી પણ શંકા છે કે જ્યારે ગોવિંદાને ગોળી મારવામાં આવી ત્યારે અભિનેતા સાથે અન્ય કોઈ વ્યક્તિ પણ હાજર હતી.
ક્રાઈમ બ્રાન્ચનાં એક અધિકારીએ જણાવ્યું કે હવે તેઓ આ બીજા વ્યક્તિને શોધી રહ્યાં છે અને કારણ કે ગોવિંદા પોતે શિંદે સરકારનો નેતા છે. એટલાં માટે તે ઘણાં પ્રશ્નોના જવાબ આપવામાં અચકાતા હતાં.